નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 18.9 ટકા વધીને રૂ. 520 કરોડ થયો
31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા અને વર્ષ માટેની કામગીરી
· કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રિમિયમ ઇન્કમ (જીડીપીઆઈ) નાણાંકીય વર્ષ 2024માં રૂ. 247.76 અબજ રહી જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 210.25 અબજ કરતાં 17.8 ટકાનો વધારો દર્શાવે છે. આ વધારો 12.8 ટકાના ઇન્ડસ્ટ્રીના વૃદ્ધિ દર કરતાં વધુ હતો. ક્રોપ અને માસ હેલ્થને બાદ કરતાં કંપનીનો જીડીપીઆઈ ગ્રોથ 17.1 ટકા હતો જે નાણાંકીય વર્ષ 2024માં 14.8 ટકાના ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરતાં વધુ હતો.
o કંપનીનો જીડીપીઆઈ નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 60.73 અબજ હતો જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 49.77 અબજ કરતાં 22 ટકાનો વધારો દર્શાવે છે. આ વૃદ્ધિ 9.5 ટકાની ઇન્ડસ્ટ્રી વૃદ્ધિ કરતાં વધુ હતી. ક્રોપ અને માસ હેલ્થને બાદ કરતાં કંપનીનો જીડીપીઆઈ ગ્રોથ 22 ટકા હતો જે નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં 13.8 ટકાના ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરતાં વધુ હતો.
· નાણાંકીય વર્ષ 2024માં કમ્બાઇન્ડ રેશિયો 103.3 ટકા હતો જે નાણાંકીય વર્ષ 2023માં 104.5 ટકા રહ્યો હતો. રૂ. 1.37 અબજના સીએટી લોસની અસરને બાદ કરતાં કમ્બાઇન્ડ રેશિયો નાણાંકીય વર્ષ 2024માં 102.5 ટકા હતો.
o નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં કમ્બાઇન્ડ રેશિયો 102.2 ટકા હતો જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં 104.2 ટકા રહ્યો હતો.
· નાણાંકીય વર્ષ 2024માં કરવેરા પૂર્વેનો નફો (પીબીટી) 21.0 ટકા વધીને રૂ. 25.55 અબજ રહ્યો હતો જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 21.13 અબજ હતો. નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં કરવેરા પૂર્વેનો નફો 21.9 ટકા વધીને રૂ. 6.98 અબજ રહ્યો હતો જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 5.73 અબજ રહ્યો હતો.
o નાણાંકીય વર્ષ 2024માં કેપિટલ ગેઇન રૂ. 5.51 અબજ હતો જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 4.53 અબજ હતો. નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં કેપિટલ ગેઇન રૂ. 1.56 અબજ હતો જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 1.59 અબજ હતો.
· નાણાંકીય વર્ષ 2024માં કરવેરા પછીનો નફો (પીએટી) 11 ટકા વધીને રૂ. 19.19 અબજ રહ્યો હતો જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 17.29 અબજ રહ્યો હતો. નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં કરવેરા જોગવાઈ રિવર્સ કર્યાની અસરને બાદ કરતાં નાણાંકીય વર્ષ 2024માં ચોખ્ખો નફો 19.8 ટકા વધ્યો હતો.
o નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 18.9 ટકા વધીને રૂ. 5.20 અબજ રહ્યો હતો જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 4.37 અબજ હતો.
· કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાંકીય વર્ષ 2024 માટે શેરદીઠ રૂ. 6ના ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપનીની આગામી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરીને આધારે પેમેન્ટ કરવામાં આવશે. નાણાંકીય વર્ષ 2024 માટે સૂચિત ફાઇનલ ડિવિડન્ડ સહિત એકંદરે ડિવિડન્ડ શેરદીઠ રૂ. 11 છે.
· નાણાંકીય વર્ષ 2024 માટે રિટર્ન ઓન એવરેજ ઇક્વિટી (આરઓએઈ) 17.2 ટકા હતું જે નાણાંકીય વર્ષ 2023માં 17.7 ટકા હતું. નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળા માટે આરઓએઈ 17.8 ટકા હતું જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા માટે 17.2 ટકા હતું.
· 31 માર્ચ, 2024ના રોજ સોલ્વન્સી રેશિયો 2.62x હતો જે 31 ડિસેમ્બર, 2023ના રોજ 2.57x હતો અને 1.50x ની લઘુતમ નિયમનકારી જરૂરિયાત કરતાં ઊંચો હતો. 31 માર્ચ, 2023ના રોજ સોલ્વન્સી રેશિયો 2.51x હતો.
.
Operating Performance Review
(₹ billion)
Financial Indicators | Q4 FY2023 | Q4 FY2024 | Growth % | FY2023 | FY2024 | Growth % | |
GDPI | 49.77 | 60.73 | 22.0% | 210.25 | 247.76 | 17.8% | |
PBT | 5.73 | 6.98 | 21.9% | 21.13 | 25.55 | 21.0% | |
PAT | 4.37 | 5.20 | 18.9% | 17.29 | 19.19 | 11.0%* |
Ratios
Financial Indicators | Q4 FY2023 | Q4 FY2024 | FY2023 | FY2024 |
ROAE (%) – Annualised | 17.2% | 17.8% | 17.7% | 17.2% |
Combined Ratio (CoR) | 104.2% | 102.2% | 104.5% | 103.3%** |
* નાણાંકીય વર્ષ 2023માં કરવેરા જોગવાઈની રિવર્સલને બાદ કરતા, નાણાંકીય વર્ષ 2024માં ચોખ્ખો નફો 19.8 ટકા વધ્યો હતો.
* * સીએટી નુકસાનની અસર બાદ કરતાં નાણાંકીય વર્ષ 2024 માટે સીઓઆર 102.5 ટકા હતો.