
ગાંધીધામ
સિસદર ભાવનગર ખાતે યોજાયેલી માઇક્રોસાઇન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અમદાવાદની મૌબિની ચેટરજીએ બેવડી સિદ્ધિ હાંસલ કરીને બે ટાઇટલ જીતી લીધા હતા.
સિઝનની આ પ્રથમ ટુર્નામેન્ટ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ યોજાઈ હતી જેના સ્પોન્સર્સ માઇક્રોસાઇન પ્રોડક્ટ હતા અને આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી)નો સહકાર સાંપડયો હતો. પાંચમી મેએ તેનું સમાપન થયું હતું.
13 વર્ષની મૌબિનીએ પ્રથમ ગેમ ગુમાવી હતી પરંતુ ત્યાર બાદ શાનદાર પુનરાગમન કરીને તેણે સુરતની અર્ની પરમાર સામે 4-1થી વિજય હાંસલ કરીને ગર્લ્સ અંડર-19 ટ્રોફી જીતી હતી. સ્થાનિક ખેલાડી રિયા જયસ્વાલે ત્રીજા ક્રમ માટે જામનગરની તનિશા કતારમલને 3-1થી હરાવી હતી.
જોકે મૌબિનીએ ગર્લ્સ અંડર-15માં પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું કેમ કે અમદાવાદની આ ખેલાડીએ તેના જ શહેરની જિયા ત્રિવેદીને 3-0થી હરાવીને બીજું ટાઇટલ હાંસલ કર્યું હતું. વડોદરાના વેદ પંચાલે બોયઝ અંડર-15 ટ્રોફી જીતવા માટે અમદાવાદના માલવ પંચાલને હરાવ્યો હતો.
સ્થાનિક ફેવરિટ અને મોખરાના ક્રમની રિયા જયસ્વાલે ગર્લ્સ અંડર-17ની ફાઇનલમાં 11મા ક્રમની અન્ય એક સ્થાનિક ખેલાડી ચાર્મી ત્રિવેદીને 3-0થી હરાવી હતી. અમદાવાદની નિધી પ્રજાપતિએ સુરતની દાનિયા ગોદીલને 3-2થી હરાવીને ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો.
અમદાવાદની ખ્વાઇશ લોટિયાએ અંડર-13 ટાઇટલ જીત્યું હતું જ્યારે બોયઝ અંડર-13માં અંશ ખમાર વિજેતા બન્યો હતો. કચ્છના ધ્રુવ ભાંભાણીએ અંડર-11 અને અમદાવાદની મિશા લાખાણીએ ગર્લ્સ અંડર-13 ટાઇટલ જીત્યું હતું.
પરિણામો
અંડર-19 ગર્લ્સ ફાઇનલઃ મૌબિની ચેટરજી જીત્યા વિરુદ્ધ અર્ની પરમાર 8-11,11-6,11-4,11-9,11-6
ત્રીજો/ચોથો ક્રમઃ રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ તનિશા કતારમલ 11-3,14-12,9-11,11-5
અંડર-17 ગર્લ્સ ફાઇનલઃ રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ ચાર્મી ત્રિવેદી 11-6,12-10,11-9
ત્રીજો/ચોથો ક્રમઃ નિધી પ્રજાપતિ જીત્યા વિરુદ્ધ દાનિયા ગોદીલ 11-3,9-11,11-4,9-11,11-4
અંડર-15 બોયઝ ફાઇનલઃ વેદ પંચાલ જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ 11-8,11-7,11-5
ત્રીજો/ચોથો ક્રમઃ જેનિલ પટેલ જીત્યા વિરુદ્ધ હ્રિદાન શાહ 12-10-11-2,11-7
અંડર-15 ગર્લ્સ ફાઇનલઃ મૌબિની ચેટરજી જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 11-7,11-6,11-3
ત્રીજો/ચોથો ક્રમઃ ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ શિવાની ડોડિયા 11-5,11-4,9-11,12-10
અંડર-13 ગર્લ્સ ફાઇનલઃ ખ્વાઇશ લોટિયા જીત્યા વિરુદ્ધ વિન્સી પરમાર 11-3,11-8,11-8
ત્રીજો ચોથો ક્રમઃ દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ ફિઝા પવાર 11-8,11-7,11-5
અંડર-13 બોયઝ ફાઇનલઃ અંશ ખમાર જીત્યા વિરુદ્ધ અનય બચાવત 11-3,12-10,11-8
ત્રીજો/ચોથો ક્રમઃ દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ ધ્રુવ ભાંભાણી 11-5,11-9,12-10
અંડર-11 બોયઝ ફાઇનલઃ ધ્રુવ ભાંભાણી જીત્યા વિરુદ્ધ ઇસ્માઇલ ધુપાલી 11-7,9-11,12-10,11-9
ત્રીજો/ચોથો ક્રમઃ હેનિલ લાંગાલિયા જીત્યા વિરુદ્ધ મૌલિક જયસ્વાલ 11-4,11-6,11-7
અંડર-11 ગર્લ્સ ફાઇનલઃ મિશા લાખાણી જીત્યા વિરુદ્ધ ધિમહી કાબરાવાલા 11-8,11-6,9-11,10-12,11-7
ત્રીજો/ચોથો ક્રમઃ જેન્સી મોદી જીત્યા વિરુદ્ધ આધ્યા ચંદી 11-9,11-5,12-10