ક્રિકેટ પ્રિમિયર લીગ રાજ્યના ક્રિકેટર્સને ઉચ્ચ કક્ષાએ જવા માટે મંચ પુરું પાડશેઃ બળવંતસિંહ રાજપૂત

Spread the love

ચીરીપાલ ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગનો એસજીવીપીના મેદાન પર પ્રારંભ, જીસીએના પ્રતિભાશાળી ખેલાડીઓની છ ટીમો વચ્ચે મુકાબલો

સ્પર્ધાની પ્રથમ મેચમાં સાબરમતી સ્ટ્રાઈકર્સનો અત્યંત રોમાંચકતા બાદ સુપર ઓવરમાં ગાંધીનગર લાયન્સ સામે વિજય

અમદાવાદ

બીજા રાજ્યની અંદર જે રીતે ક્રિકેટ ટુર્નામેન્ટો થાય છે તેવી જ રીતે ગુજરાતમાં પણ ચીરીપાલ ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવ્યું છે તે ગુજરાતને ગૌરવ આપવા જેવી બાબત છે. 2036 ની ઓલમ્પિક આપણા ગુજરાતમાં અમદાવાદમાં થવાની છે ત્યારે તે પણ એક ગૌરવની બાબત છે . ક્રિકેટ પ્રીમિયર લીગ થી આ ખેલાડીઓને ખૂબ જ અનુભવ મળશે અને રણજી ટ્રોફીમાં કે આવનારી આઇપીએલ ટુર્નામેન્ટમાં પણ પસંદગી થવાની તક મળશે, એમ ગુજરાત સરકારના ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ગ્રામીણ વિકાસ, શ્રમ અને રોજગારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

ગુજરાતમાં સ્થાનિક ક્રિકેટ પ્રતિભાઓને પ્રમોટ કરવા માટે ચીરિપાલ ફાઉન્ડેશનના ઉપક્રમે પ્રથમ ક્રિકેટ પ્રીમિયમ લીગ – 2024 એસ.જી.વી.પી. ગ્રાઉન્ડ, એસ.જી.હાઇવે, અમદાવાદ ખાતે તારીખ 19 મે, 2024, રવિવારના રોજ ગુજરાત સરકારના ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ગ્રામીણ વિકાસ, શ્રમ અને રોજગારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે નરહરિ અમીન, સંસદસભ્ય (રાજ્યસભા, ગુજરાત), પૂર્વ પ્રમુખ જી.સી.એ., અનિલ પટેલ માનદ સચિવશ્રી, જી.સી.એ અને એસજીવીપી ગુરૂકૂળના બાલકૃષ્ણ સ્વામી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. રાષ્ટ્રગીત બાદ સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી.

સ્પર્ધાની પ્રથમ મેચ સાબરમતી સ્ટ્રાઈકર્સ અને ગાંધીનગર લાયન્સ વચ્ચે રમાઈ હતી જે અત્યંત રસાકસી બાદ સુપર ઓવરના અંતે સાબરમતી સ્ટ્રાઈકર્સે જીતી લીધી હતી. સાબરમતી સ્ટ્રાઈકર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટના ભોગે 147 રન બનાવ્યા હતા. જેમાં શેન પટેલ 27 બોલમાં 41 અને ધ્રુવ પારેખે 16 બોલમાં 28 રનનો ફાળો આપ્યો હતો. જ્યારે ગાંધીનગર માટે જેવલ દેસાઈ, શિવમ આરેકર, હાર્દિક અન હર્ષ દેસાઈએ બે-બે વિકેટ લીધી હતી. ગાંધીનગરની ટીમ પણ નિર્ધારિત ઓવરમાં નવ વિકેટના ભોગે 147 રન બનાવી શકી હતી. ટીમ માટે અભિષેક દેસાઈ ( 34), યશ દેલાઈ (33) અને સનપ્રિત બગ્ગાએ 21 રન કર્યા હતા. સાબરમતી માટે સિદ્ધાર્થ ખેનીએ 4 અને જપજ્ઞાએ બે વિકેટ ઝડપી હતી. મેચ ટાઈ થતાં સુપર ઓવર રમાઈ હતી જેમાં ગાંધીનગરે એક વિકેટે પાંચ રન કરયા હતા જેના જવાબમાં સાબરમતીના વિશાલ જસ્વાલે છેલ્લા બોલે બાઉન્ડ્રી મારીને ટીમને રોમાંચક વિજય અપાવ્યો હતો.

મેન ઓફ ધ મેચ સાબરમતીના મનીષ શર્માને ચીરીપાલ જૂથના જ્યોતિપ્રસાદ ચીરિપાલ અને હિરામણી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી વરૂણ અમીનના હસ્તે મેન ઓફ ધ મેચનો એવોર્ડ તથા 10 હજારનો રોકડ પુરસ્કાર અપાયો હતો.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *