રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ચાર વિકેટે હરાવી રાજસ્થાનનો ક્વોલિફાયર્સ-2માં પ્રવેશ

Spread the love

યશસ્વી જયસ્વાલ (45) અને રિયાન પરાગ (36)ની શાનદાર બેટિંગના જોરે રાજસ્થાન રોયલ્સે આઈપીએલની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ચાર વિકેટ હરાવી ક્વોલિફાયર-2માં પ્રવેશ કરી લીધો છે. જ્યાં તેનો મુકાબલો સનરાઈઝર્સ હૈદ્રાબાદ સામે થશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના આઠ વિકેટે 172 રનના જવાબમાં રાજસ્થાને 19 ઓવરના અંતે છ વિકેટના ભોગે 174 રન બનાવ્યા હતા.

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આરસીબી માટે વિરાટ કોહલી અને ડૂપ્લેસિસે ઈનિંગ્સની શરૂઆત કરી હતી. ડૂપ્લેસિસે આક્રમક વલણ અપનવતા 14 બોલમાં બે બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 17 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે ટ્રેન્ટ બોલ્ટે પ્થમ વિકેટ ડૂપ્લેસિસના રૂપમાં ખેરવી હતી. પોવેલે મિડ વિકેટ પર આગળ ડાઈવ મારીને કેચ ઝડપ્યો હતો. વિરાટ કોહલી 24 બોલમાં ત્રણ બાઉન્ડ્રી એક સિક્સર સાથે 33 રન બનાવીને સબસ્ટીટ્યૂટ ડી ફરેરાના હાથમાં ઝિલાયો ત્યારે ટીમનો કુલ સ્કોર 56 હતો. કેમરૂન ગ્રીન ટીમને મજબૂત સ્થિતિમાં મૂકે એ પહેલાં 21 બોલમાં બે બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 27 રન બનાવીને અશ્વિનના બોલે 27 રને પોવેલના હાથમાં ઝિલાઈ ગયો હતો. ગ્લેન મેક્સવેલ રવીચંદ્રન અશ્વિનનો બીજો શિકાર બન્યો હતો તે જુરેલના હાથમાં ઝિલાયો હતો. મેક્સવેલ આઈપીએલની પ્રવર્તમાન સિઝનમાં ચોથી વખત શૂન્ય રને આઉટ થયો હતો. રજત પાટીદાર 22 બોલમાં બ બાઉન્ડ્રી અને બે સિક્સ સાથે 34 રન બનાવીને અવેશ ખાનના બોલે પરાગના હાથમાં ઝિલાઈ ગયો હતો. દિનેશ કાર્તિક આવેશ ખાનની  બોલિંગમાં (14.3 ઓવર) રિવ્યુના જોરે એલબીડબ્યુમાં નોટ આઉટ જાહેર થયો હતો. તેણે મહિપાલ લોમરોર સાથે છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 32 રન ઉમેર્યા હતા. દિનેશ કાર્તિકને અવેશ ખાને જ જયસ્વાલના હાથમાં ઝિલાવ્યો હતો. કાર્તિકે 11 રન બનાવવા 13 બોલનો સામનો કરતા એક બાઉન્ડ્રી ફટકારી હતી. અવેશ ખાને આક્રમક રમત રમી રહેલા લોમરોરને 32 રનના વ્યક્તિગત જુમલો પોવેલના હાથમાં ઝિલાવ્યો હતો. લોમરોરે 17 બોલમાં બે બાઉન્ડ્રી અને બે સિક્સર્સ ફટકારી હતી. આરસીબીએ તેની સાતમી વિકેટ 18.5 ઓવરમાં 159 રનના સ્કોર પર ગુમાવી હતી. રાજસ્થાન માટે અવેશ ખાને 44 રનમાં ત્રણ જ્યારે અશ્વેને 19 રનમાં બે વિકેટ લીધી હતી. ઈનિંગ્સના છેલ્લા બોલે સંદીપ શર્માએ કરન શર્માને પાંચ રને આઉટ કરતા આરસીબીનો સ્કોર 172 રન થયો હતો.

173 રનના વિજય માટેના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાને મક્કમ પ્રારંભ કરતા પાંચ ઓવરમાં 43 રન બનાવી લીધા હતા. આ તબક્કે ટોમ કોલ્હારને ફર્ગ્યુસને બોલ્ડ કર્યો હતો. કોલ્હારે 15 બોલમાં ચાર બાઉન્ડ્રી સાથે 20 રન બનાવ્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલ ટીમનો વિજય નિશ્ચિત કરે એ પહેલાં ગ્રીનના બોલમાં ખોટી રીતે બેક શૉટ રમવાના પ્રયાસમાં વિકેટકીપર દિનેશ કાર્તિકના હાથમાં ઝિલાઈ ગયો હતો. ઈનિંગ્સની દસમી ઓવરના બીજા બોલે તે આઉટ થયો ત્યારે રાજસ્થાનનો સ્કોર બે વિકેટે 81 રન થયો હતો. રજસ્થાનનો સુકાની સંજુ સેમશન 13 બોલમાં એક બાઉન્ડ્રી સાથે 17 રન બનાવીને બીન જરૂરૂ આગળ વધીને રમવાના પ્રયાસમાં કરણ શર્માના બોલે દિનેશ કાર્તિકના હાથે સ્ટંપ આઉટ થયો હતો. રાજસ્થાને 112 રનના કુલ જુમલા પર ધ્રુવ જુરેલની વિકેટ ગુમાવી હતી. જુરેલ વિરાટ કોહલીના સીધા થ્રોનો શિકાર બન્યો હતો. તે આઠ બોલમાં આઠ રન બનાવીને આઉટ થયો હતો. રિયાન પરાગ અને શિમરોન હેતમાયરે રાજસ્થાનની બાજી સંભાળી હતી. જોકે રિયાન પરાગ 26 બોલમાં બે બાઉન્ડ્રી, બે સિક્સર સાથે 36 રન બનાવીને મોહમ્મદ સિરાજના બોલમાં બોલ્ડ થયો હતો. 17.2 ઓવરમાં રાજસ્થાનનો સ્કોર પાંચ વિકેટે 157 રન હતો. વિજય તરફ આગળ વધતી રાજસ્થાનની ટીમને સિરાજે આંચકો આપ્યો હતો. હેતમાયર 14 બોલમાં ત્રમ બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 26 રન બનાવીને ડૂપ્લેસિસના હાથમાં ઝિલાયો હતો. પ્લેસિસે પાછળ દોડીને શાનદાર કેચ ઝડપ્યો હતો. રોવમેન પોવેલે વિજયી સિક્સર ફટકારી હતી. પોવેલ આઠ બોલમાં બે બાઉન્ડ્રી એક સિક્સર સાથે 16 રન અને અશ્વિન શૂન્ય રને અણનમ રહ્યા હતા. આરસીબી માટે સિરાજે 33 રનેમાં બે વિકેટ લીધી હતી. ફર્ગ્યુસન, કરણ શર્મા અને ગ્રીને એક-એક વિકેટ લીધી હતી.

શાહરૂખે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લીધી

મંગળવારે સનરાઈઝર્સ હૈદ્રાબાદને ક્વોલિફાયર-1માં આઠ વિકેટે હરાવનારી કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક અભિનેતા શાહરૂખ ખાનની બુધવારે અચાનક તબિયત કથળતા તેણે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. શાહરૂખને ડિહાઈડ્રેશન થયું હોવાની માહિતી મળી હતી. હોસ્પિટલમાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

હાઈલાઈટ્સ

રાજ્સ્થાન અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચમાં વિરાટ કોહલીને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ હતો અને સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું.

આરસીબીએ પહેલા પાવર પ્લે દરમિયાન એક વિકેટે 50 રન બનાવ્યા હતા.

આરસીબીના 50 રન 36 બોલમાં પૂરા થયા હતા.

આરસીબીના 100 રન 13.1 ઓવરમાં (79 બોલમાં) થયા હતા.

આરસીબીના 150 રન 17.02 ઓવર (104 બોલમાં પૂરા થયા હતા.

 મેચ દરમિયાન ચિયર્સ ગર્લ્સના છ સ્ટેજ હોય છે. આજની મેચમાં માત્ર ત્રણ સ્ટેજ પર જ ચિયર્સ ગર્લ્સ જોવા મળી હતી. આ ચિયર્સગર્લ્સ રાજસ્થાન રોયલ્સની હતી.

 સ્ટેડિયમાં ભારે ગરમીનો અનુભવ થઈ  રહ્યો હતો. દર્શકો પ્લેકાર્ડથી હવા નાખતા જોવા મળ્યા હતા.

મેદાન પર દર્શકોની સત્તાવાર હાજરી 85573 નોંધાઈ હતી.

Total Visiters :774 Total: 1502924

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *