અમદાવાદ
અમદાવાદના SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ક્રિકેટ પ્રીમિયર લીગમાં કર્ણાવતી કિંગ્સે સાબરમતી સ્ટ્રાઈકર્સ સામે 28 રને વિજય મેળવ્યો. કર્ણાવતી કિંગ્સે જોરદાર બેટિંગ પ્રદર્શન સાથે મેચની શરૂઆત કરી. વિકેટકીપર પ્રિયેશ પટેલ 46 બોલમાં 73 રન બનાવ્યા, તેને મેન ઓફ ધ મેચનો જાહેર કરાયો. તેને રૂદ્ર પટેલનો મજબૂત ટેકો મળ્યો, જેણે 27 બોલમાં 32 રન બનાવ્યા અને કેપ્ટન ચિંતન ગજાએ માત્ર 14 બોલમાં 30 રન ઉમેર્યા. આ યોગદાનને કારણે કર્ણાવતી કિંગ્સે તેમની નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 192 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
જવાબમાં, સાબરમતી સ્ટ્રાઈકર્સે આત્મવિશ્વાસપૂર્વક શરૂઆત કરી, 3 વિકેટ ગુમાવી હોવા છતાં માત્ર 4.4 ઓવરમાં 51 રન તથા 101 રન સુધીમાં તેઓ 5 વિકેટ ગુમાવી હતી. આદિત્ય પટેલે 48 બોલમાં 81 રન બનાવ્યા પણ તેની આ ઈનિંગ્સ એળે ગઈ હતી અને ટીમ 18.3 ઓવરમાં 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
યુકેના ખાસ મહેમાનો સાકેબ અને ઇગોરે પ્રિયેશ પટેલને મેન ઓફ ધ મેચ ટ્રોફીથી સન્માનિત કર્યો. હિરામણી ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી વરુણ અમીન અને મારુતિ ડેનિમના અનુજ મિત્તલે મેન ઓફ ધ મેચનો રૂ. 10,000નો ચેક પટેલને અર્પણ કર્યો હતો.
ટૂંકો સ્કોર
કર્ણાવતી કિંગ્સ: 196/6 (20 ઓવર) પ્રિયેશ પટેલઃ 46 બોલમાં 73 રન (મેન ઓફ ધ મેચ), રૂદ્ર પટેલઃ 27 બોલમાં 32 રન, ચિંતન ગજાઃ 14 બોલમાં 30 રન, સિદ્ધાર્થ દેસાઈઃ 32 રનમાં 3 વિકેટ, જેનિલ ધોળકિયાઃ 23 રનમાં 2 વિકેટ.
સાબરમતી સ્ટ્રાઈકર્સ: 164/10 (18.3 ઓવર) આદિત્ય પટેલઃ 48 બોલમાં 81 રન, શેન પટેલઃ 13 બોલમાં 17 રન, વિશાલ જયસ્વાલઃ 33 રનમાં 3 વિકેટ.