એનએફઓ 10 જૂન, 2024ના રોજ ખૂલશે, 24 જૂન, 2024ના રોજ બંધ થશે |
મુંબઈ
કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (“KMAMC” / “Kotak Mutual Fund”) આજે સ્પેશિયલ સિચ્યુએશન્સ થીમને અનુસરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ કોટક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી. સ્કીમ સબ્સ્ક્રીપ્શન માટે 10 જૂન, 2024ના રોજ ખૂલશે અને 24 જૂન, 2024ના રોજ બંધ થશે.
ફંડ રોકાણકારોને સ્પેશિયલ સિચ્યુએશન થીમમાં રોકાણ માટેની તક ઓફર કરશે. અર્થતંત્ર, ઉદ્યોગ કે કંપનીની સમગ્ર સફર દરમિયાન અનેક પડાકોર આવતા હોય છે. આ પડકારોના લીધે અનિશ્ચિતતાઓ ઊભી થાય છે જેના લીધે અનેક તકો ઊભી થાય છે. કોટક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડનો ઉદ્દેશ આ તકોનો લાભ લેવાનો છે.
કોટક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ સાથે કેએમએએમસીનો ઉદ્દેશ કંપની સંબંધિત ઇવેન્ટ્સ, કોર્પોરેટ રિસ્ટ્રક્ચરિંગ, સરકારી નીતિમાં પરિવર્તન, નિયમનકારી ફેરફારો, ટેક્નોલોજી આધારિત ડિસ્રપ્શન અથવા કંપની કામચલાઉ ધોરણે પરંતુ અલગ જ પ્રકારના પડકારોમાંથી પસાર થઈ રહી હોય તેવી વિવિધ અલગ જ પ્રકારની પરિસ્થિતમાંથી લાભ લઈને કંપનીઓની ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝ અને ઇક્વિટીમાં રોકાણ કરીને લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ કરવાનો છે. આ ફંડ સમગ્ર માર્કેટ કેપિટલાઇઝેશનમાં આવી તકો ઝડપવા પર ધ્યાન આપશે. આ તકો વિવિધ ક્ષેત્રોમાં ઊભી થતી હોવાથી પોર્ટફોલિયો ડાયવર્સિફાઇડ રહે તેવી સંભાવના છે.
કેએમએએમસીના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે, “ભારત એક વિકસતા બજાર તરીકે સતત બદલાઈ રહ્યું છે અને ગતિશીલ છે, જે અનેક વિશેષ તકો તરફ દોરી જાય છે. દાખલા તરીકે, પીએલઆઈની શરૂઆત અને વિશ્વ ચાઈના+1ની શોધના પગલે ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે એક તક ઊભી થઈ હતી. એવી જ તકો એવી કંપનીમાં પણ ઊભી થઈ શકે છે જે મેનેજમેન્ટમાં ફેરફાર જોતી હોય છે, જેનું લક્ષ્ય તેની ભાવિ વૃદ્ધિની સંભાવનાને સુધારવાનું હોય છે.
સ્પેશિયલ સિચ્યુએશન દ્વારા પ્રસ્તુત આ તકો કોઈપણ કદની કંપનીઓમાં ઊભી થઈ શકે છે, પછી ભલે તે લાર્જ કેપ, મિડ કેપ અથવા સ્મોલ કેપ હોય. અમારું ફંડ કોઈ માર્કેટ કેપ અથવા સેક્ટર દ્વારા મર્યાદિત નથી. આ સુગમતાથી અમે જ્યાં પણ મળે ત્યાં તકો શોધી શકીએ છીએ અને રોકાણ કરી શકીએ છીએ.”
ફંડનું સંચાલન શ્રી દેવેન્દર સિંઘલ કરશે જેઓ ફંડ મેનેજર તરીકે ભારતીય ઇક્વિટી માર્કેટ્સમાં 22 વર્ષથી વધુનો ઉદ્યોગ અનુભવ ધરાવે છે. તેઓ કોટક એએમસી સાથે 15 વર્ષથી વધુ સમયથી કામ કરી રહ્યા છે અને ભૂતકાળમાં કન્ઝ્યુમર, ઓટો અને મીડિયા એનાલિસ્ટ રહી ચૂક્યા છે.
કેએમએએમસીના ફંડ મેનેજર દેવેન્દર સિંઘલે જણાવ્યું હતું કે, “કંપનીના માર્ગ પર પોલિસી ફેરફારો, મર્જર અને એક્વિઝિશન, ઇન્ડસ્ટ્રી કોન્સોલિડેશન, મેનેજમેન્ટમાં ફેરફાર વગેરે જેવી અનેક ઘટનાઓથી અસર થઈ શકે છે. દાખલા તરીકે સિમેન્ટ સેક્ટર ઇન્ડસ્ટ્રી કન્સોલિડેશનની અસરો અથવા રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર રેરાની અસર અનુભવે છે. કોટક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ આવી ખાસ પરિસ્થિતિઓને શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિશિષ્ટ પરિસ્થિતિઓમાં અનિશ્ચિત ઘટનાઓની અસરનું મૂલ્યાંકન કરવા અને તેનો લાભ લેવા માટે વ્યાવસાયિક વિશ્લેષણની જરૂર પડે છે.”
કેએમએએમસીના હેડ પ્રોડક્ટ્સ બિરજા ત્રિપાઠીએ જણાવ્યું હતું કે “કોટક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ જેવા બ્રોડ થીમેટિક ફંડ્સ રોકાણકારોના પોર્ટફોલિયોનો ભાગ બની શકે છે કારણ કે તે સામાન્ય રીતે તમામ ક્ષેત્રોમાં વૈવિધ્યસભર છે. સેક્ટોરલ ફંડ્સથી વિપરીત જે એક સેક્ટરમાં તકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી રોકાણકારોના પોર્ટફોલિયોમાં માત્ર વ્યૂહાત્મક ફાળવણીની ખાતરી આપવામાં આવે છે. આ ફંડ્સમાં તેમના વ્યાપક-આધારિત સ્વભાવને કારણે વ્યૂહાત્મક ફાળવણી જોવા મળી શકે છે.
આ સ્કીમ 10 જૂન, 2024ના રોજ જાહેર સબ્સ્ક્રીપ્શન માટે ખુલે છે અને 24 જૂન, 2024ના રોજ બંધ થાય છે. રોકાણકારો લઘુત્તમ રૂ. 100 અને ત્યાર પછીની કોઈપણ રકમમાં રોકાણ કરી શકે છે. કોટક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ વિશે વધુ વિગતો માટે કૃપા કરીને મુલાકાત લો.
રોકાણકારે જો પ્રોડક્ટ તેમને અનુકૂળ છે કે નહીં તે અંગે શંકા હોય તો તેમના નાણાંકીય નિષ્ણાંતની સાથે ચર્ચા કરી શકે છે. કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (કેએએમએએમસી) કોઈ વળતર કે ભવિષ્યના વળતરની ગેરંટી કે વચન આપતી નથી.