રિલાયન્સ રિટેલના 30 જૂન 2024ના રોજ પૂરા થતાં ક્વાર્ટરના કોન્સોલિડેટેડ પરિણામો

Spread the love

ક્વાર્ટર્લી કોન્સોલિડેટેડ આવક રૂ. 257,823 કરોડ ($ 30.9 બિલિયન), વાર્ષિક 11.5% ની વૃધ્ધિ

ક્વાર્ટર્લી કોન્સોલિડેટેડ EBITDA રૂ. 42,748 કરોડ ($ 5.1 બિલિયન), વાર્ષિક 2.0% ની વૃધ્ધિ

જિયો પ્લેટફોર્મનો વિક્રમી ક્વાર્ટર્લી કરવેરા બાદનો નફો રૂ. 5,698 કરોડ

રિલાયન્સ રીટેલનો ક્વાર્ટર્લી કરવેરા બાદનો નફો રૂ. 2,549 કરોડ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણી પરિણામો પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે: “ઉપભોક્તા અને અપસ્ટ્રીમ વ્યવસાયોના મજબૂત યોગદાનેનબળા O2C પરિચાલન પર્યાવરણને સરભર કરતાએક વર્ષ અગાઉની સરખામણીએ આ ત્રિમાસિક ગાળા માટે કોન્સોલિડેટેડEBITDA સુધર્યું છે. આ ક્વાર્ટરમાં રિલાયન્સની પડકાર ઝીલતી કામગીરી અને નાણાકીય કામગીરી તેના વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયોની તાકાત દર્શાવે છે. મહત્વપૂર્ણ રીતે, મહત્વપૂર્ણ ઊર્જા અને માલ-સામાન અને સેવાઓના વિતરણ માટે ડિજીટલ તથા ફિઝીકલ ગતિશીલ ચેનલો પૂરી પાડીનીઆ વ્યવસાયો ભારતની વૃધ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

ડિજીટલ સર્વિસીસ વ્યવસાયે પ્રતિ વર્ષ મજબૂત નાણાકીય કામગીરીનું પ્રદર્શન કરીને તેની સકારાત્મક વૃધ્ધિની ગતિ જાળવી રાખી છે. જિયોનું ટ્રુ5જી નેટવર્ક, ભારતની લગભગ 85 ટકા 5જી ક્ષમતાને આવરી લઇને, યુઝર્સને આકર્ષિક કરવાનું ચાલુ રાખ્યું છે, જ્યારે ફિક્સ્ડ બ્રોડબેન્ડ ઓફરીંગ્સ હોમ અને અન્ટરપ્રાઇઝ બંને વિભાગમાં ગ્રાહકોના આકર્ષણમાં વધારો અનુભવી રહ્યું છે. જિયો દ્વારા રજૂ કરવામાં આવેલું આકર્ષક વેલ્યુ પ્રપોઝીશન વધુને વધુ ભારતીયોના નેક્સ્ટ-જેન ડેટા નેટવર્ક તરફના પ્રયાણને સક્ષમ બનાવી રહ્યું છે. તે ડિજીટલ ક્રાંતિને આગળ ધપાવી રહ્યું છે, જે ભારતના કમ્યુનિકેશન્સ, એનાલિટીક્સ એન્ડ કમ્પ્યુટીંગ, મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ તથા કોમર્સમાં પરિવર્તન લાવી રહ્યું છે.

તમામ કન્ઝમ્પશન બાસ્કેટ દ્વારા પૂરતો સહયોગ પ્રાપ્ત થતાં રીટેલ બિઝનેસે ગયા વર્ષની સરખામણીમાં મજબૂત નાણાકીય પરિણામો આપ્યા હતા. રિટેલ ફૂટપ્રિન્ટના ઝડપી વિસ્તરણ સાથે, રિલાયન્સ રિટેલે લાખો ભારતીય માટેના પસંદગીના રીટેલર તરીકેનું પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. ડિજીટલ તથા ન્યૂ કોમર્સ વિભાગો પણ ઝડપથી વૃધ્ધિ પામી રહ્યા છે. રિલાયન્સ રીટેલ માત્ર ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પૂરા પાડવા પર જ નહીં પરંતુ ખરીદી દરમિયાન અને તે બાદ એમ સમગ્રતયા ગ્રાહક અનુભવને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

અમારા O2C વ્યવસાયના મોડલમાં નિર્માણ કરવામાં આવેલા ઊંડા સંકલન અને લવચિકતાએ પડકારજનક પરિચાલન પરિસ્થિતની અસરને ખાળવામાં મદદ કરી. નીચા ફ્યુઅલ ક્રેક્સની સાથે નબળી વૈશ્વિક માગ અને નવી રિફાઇનરીઓના ઉત્પાદનમાં વધારો થવાથી વ્યવસાયને અસર થઈ હતી. ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટે વાર્ષિક ધોરણે ગેસની નીચી મૂલ્યપ્રાપ્તિને ઊંચા ઉત્પાદનથી સરભર કરતાં તેની વૃધ્ધિની યાત્રા ચાલુ રાખી હતી.

રિલાયન્સે ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરીઝના અમલમાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. કાર્ય પૂરૂં થતાં, આ પ્રોજેક્ટ્સ ભારતને વિશ્વસ્તરીય, ઇન્ટીગ્રેટેડ ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ પૂરી પાડશે, જે સસ્ટેઇનેબલ ગ્રોથના નવા ચરણને વેગ આપશે.”

Total Visiters :233 Total: 1501483

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *