જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (“JPL”)કન્સોલિડેટેડ પરિણામો

Spread the love

ક્વાર્ટર્લી આવક વાર્ષિક ધોરણે12.8% વૃદ્ધિ સાથે ₹ 34,548 કરોડ

ક્વાર્ટર્લીEBITDA વાર્ષિક ધોરણે11.6% વૃદ્ધિ સાથે ₹ 14,638 કરોડ

કુલ સબસ્ક્રાઈબર બેઝ ~490 મિલિયને પહોંચ્યો જેમાં સામેલ છે ~130 મિલિયન 5G યુઝર્સ – જિયો ચીન બહાર સૌથી મોટી 5G ઓપરેટર

જિયો તેની માર્કેટ લીડરશીપને સુદૃઢ બનાવવાનું ચાલુ રાખે છે જેમાં ~ વાર્ષિક ધોરણે ડેટા ટ્રાફિકમાં 33% વૃદ્ધિ; જિયોના વાયરલેસ ડેટા ટ્રાફિકમાં 5Gનું 31%થી વધુ યોગદાન

માથાદીઠ ડેટા વપરાશ વધીને 30.3GB / માસ અથવા 1GB / દિવસથી વધુએ પહોંચ્યો

જિયો ડેટા ટ્રાફિકની બાબતમાં વિશ્વભરમાં સૌથી મોટી ઓપરેટર બની

જિયોએરફાઈબર 1.1 મિલિયન ચોખ્ખા ઉમેરા સાથે જિયો માટે સર્વાધિક ત્રિમાસિક હોમ કનેક્ટ્સનું ચાલક બન્યું

રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન, શ્રી આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે,“સર્વવ્યાપક, ઉચ્ચ-ગુણવત્તાશીલ, પોષાય તેવા દરનું ઈન્ટરનેટ ડિજિટલ ઈન્ડિયાની કરોડરજ્જુ છે અને જિયો તેમાં યોગદાન આપતા ગર્વ અનુભવે છે. અમારા નવા પ્રિપેઈડ પ્લાન 5G અને AIપરત્વે આ ઉદ્યોગના નવતર સંશોધનોની માવજત કરશે તેમજ સાતત્યપૂર્ણ વૃદ્ધિનું ચાલકબળ બનશે. જિયો તેના સર્વોત્તમ નેટવર્ક અને નવી સેવા દરખાસ્તો દ્વારા કસ્ટમર ફર્સ્ટ અભિગમ દાખવીને બજાર અગ્રણીની પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *