ક્વાર્ટર્લી આવક રૂ. 75,615 કરોડ, વાર્ષિક ધોરણે 8.1%ની વૃધ્ધિ
ક્વાર્ટર્લી EBITDA રૂ. 5,664 કરોડ, વાર્ષિક ધોરણે 10.5%ની વૃધ્ધિ
તમામ ફોર્મેટ્સમાં મળીને કુલ ફૂટફોલ 296 મિલિયન; 331 નવા સ્ટોર્સ ખોલ્યાં
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ઈશા એમ અંબાણીએ જણાવ્યું હતું કે,“રિલાયન્સ રિટેલે આ સમયગાળા દરમિયાન અડીખમ પ્રદર્શન દર્શાવતા ભારતના શિરમોર રિટેલર તરીકે પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. અમારા રિટેલ બિઝનેસના સ્થિર વિસ્તરણ અને વૃદ્ધિ થકી ગ્રાહક કેન્દ્રિયતાની અમારી વચનબદ્ધતાને સુદૃઢ બનાવવાની સાથેસાથે ભારતીય વૃદ્ધિની ગાથાની અડીખમતા તેમજ મહત્ત્વતાને પણ પ્રતિબિંબિત કરાય છે. અમે પ્રોડક્ટ્સ, પ્રક્રિયાઓ અને પ્લેટફોર્મમાં સુધારાની સાથે અદ્યતન ટેકનોલોજીનો સુમેળ સાધીને નવતર ક્ષિતિજોને આંબી રહ્યા છીએ ત્યારે અમારા ગ્રાહકો માટે વધુ સારી રિટેલ અનુભૂતિ પૂરી પાડવામાં હરણફાળ ભરવાનું અમે ચાલુ રાખ્યું છે.”