ગુરુપૂર્ણિમાનાં પવિત્ર અને અત્યંત ઐતિહાસિક તહેવાર નિમિત્તે હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) નાં બાળકો દ્વારા કાવ્ય, ભજન, ગીત, નૃત્ય, નાટક દ્વારા, પ્રવચન, વકૃત્વ સ્પર્ધા યોજીને જીવનમાં ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. જેમકે ગુરુ વિનાનું જીવન અધૂરું છે. જેવી રીતે માતા-પિતા આપણને સંસ્કાર આપે છે તો બીજી તરફ ગુરુ આ૫ણને જ્ઞાન આપે છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના પવિત્ર સબંધોને ઉજાગર કરતો તહેવાર છે. ગુરુની શિષ્ય પ્રત્યેની ઉદારતા , પ્રેમ, હૂંફ અને ગર્વ તેમજ શિષ્યના ગુરુ પ્રત્યેના આદર , માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરવાનો તહેવાર છે. બાળકોએ ગુરુપૂર્ણિમાનાં ઉસ્તવમાં ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના આ ઉત્સાહ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન, શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા કોષા પટેલ,આચાર્યા પિનાક્ષી વડોદરિયા, કો-ઓર્ડિનેટર કેતન ભટ્ટ સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.