આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના પ્રથમ ત્રિમાસિક પરિણામો: વેરા પછીનો નફો 50% વધ્યો; પ્રીમિયમ આવક 20% વધીને રૂ. 7,688 કરોડ થઈ

Spread the love

30 જૂન, 2024ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિકની કામગીરી

·       કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) નાણા વર્ષ 2025ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 76.88 અબજ નોંધાઈ હતી, આની સરખામણીએ  નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 63.87 અબજ હતી, જે 20.4% ની વૃદ્ધિ દર્શાવે છે, જે ઉદ્યોગની 13.3%  વૃદ્ધિ કરતાં વધુ છે. પાક અને સામૂહિક આરોગ્યને બાદ કરતાં, કંપનીની જીડીપીઆઈ વૃદ્ધિ 19.7% હતી, જે નાણા વર્ષ 2025 ના પહેલા ત્રિમાસિકમાં 14.8%ની ઉદ્યોગ વૃદ્ધિ કરતાં વધુ છે.

·       સંયુક્ત ગુણોત્તર નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક માટે 103.8%ની સરખામણીમાં નાણા વર્ષ 2025ના પહેલા ત્રિમાસિકમાં 102.3% હતો.

·       કરવેરા પહેલાનો નફો (પીબીટી) નાણા વર્ષ 2025ના પહેલા ત્રિમાસિકમાં 48.8% વધીને રૂ. 7.74 અબજ થયો હતો જે નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 5.20 અબજ હતો.

o મૂડીગત લાભ નાણા વર્ષ 2025ના પહેલા ત્રિમાસિકમાંમાં રૂ. 2.84 અબજ હતો જે નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 1.23 અબજ હતો.

·       પરિણામે, કરવેરા પછીનો નફો (પીએટી) નાણા વર્ષ 2025ના પહેલા ત્રિમાસિકમાં 48.7% વધીને રૂ. 5.80 અબજ થયો હતો જે નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક માં રૂ. 3.90 અબજ હતો.

·       ઈક્વિટી પરનું સરેરાશ વળતર (આરઓએઈ) નાણા વર્ષ 2025ના પહેલા ત્રિમાસિકમાં 19.1% હતું જે નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં 14.7% હતું.

·        સોલ્વન્સી રેશિયો 30 જૂન, 2024 ના રોજ 2.56x હતો જે 31 માર્ચ, 2024 ના રોજ 2.62x હતો જે 1.50x ની ન્યૂનતમ નિયમનકારી જરૂરિયાત કરતા વધારે હતો.

Operating Performance Review :       

                                 (₹ billion)

Financial IndicatorsQ1 FY2024Q1 FY2025Growth %FY2024
GDPI63.8776.8820.4%247.76
PBT5.207.7448.8%25.55
PAT3.905.8048.7%19.19

Ratios :

Financial IndicatorsQ1 FY2024Q1 FY2025FY2024
ROAE (%) – Annualised14.7%19.1%17.2%
Combined ratio (%)*103.8%102.3%103.3%

·        . 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *