42 વર્ષની વયે અદાણી સ્પોર્ટ્સલાઈનની સંજના રાવલે ઈતિહાસ રચ્યો; આઈટીએફ માસ્ટર્સ ટૂર વર્લ્ડમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે

Spread the love

– સંજના રાવલ 2023થી અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમી સાથે જોડાયેલી છે

– સંજના લિસ્બનપોર્ટુગલ ખાતે 4 થી 17 ઓગસ્ટ 2024 દરમિયાન આઈટીએફ માસ્ટર્સ ટૂર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઉતરનાર ભારતીય ટીમનો ભાગ રહેશે

અમદાવાદ

અદાણી સ્પોર્ટ્સલાઈનને એ જણાવતા ગર્વ થાય છે કે, એકેડમીની ટેલેન્ટેડ ખેલાડી સંજના રાવલ લિસ્બન, પોર્ટુગલ ખાતે આઈટીએફ માસ્ટર્સ ટૂર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઉતરનાર ભારતીય ટીમનો ભાગ રહેશે. તે 30+ ની કેટેગરીમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ગુજરાતની પ્રથમ ખેલાડી છે. 42 વર્ષની વયે સંજના ઉંમરને પાછળ છોડી ટેનિસમાં શાનદાર સ્કિલ્સ અને પ્રતિબદ્ધતા દર્શાવી રહી છે.

અદાણી સ્પોર્ટ્સલાઈનનાં સીબીઓ સંજય અદેસરાએ કહ્યું કે,”અમને સંજનાની સિદ્ધિ અને તેના સફળતા તરફ આગળ વધવાની તેની પ્રતિબદ્ધતા પર ગર્વ છે. સંજનાની યાત્રા ખંત ભાવના અને રમતની મહાનતા જ અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમીને વ્યાખ્યિત કરે છે.”

સંજના રાવલ આઈટીએફ ડબલ્સની 30+માં 82મો ક્રમ ધરાવે છે, જ્યારે 40+ કેટેગરીમાં આઈટીએફ સિંગલ્સ અને ડબલ્સમાં સારી એવી હાજરી ધરાવે છે. સંજના એ અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમીમાં જોડાયા બાદ રમતમાં સારો એવો સુધારો કર્યો છે. તેણે કોચ અરશદ દેસાઈના માર્ગદર્શન હેઠળ રોજ 2 કલાકથી વધુ સમય સતત પ્રેક્ટિસને પોતાના શાનદાર પ્રદર્શનમાં પરિવર્તિત કરતી જોવા મળી છે, જેમાં સંજનાએ મેરઠ ખાતેની મહિલા આઈટીએફ માસ્ટર્સ 400 ડબલ્સની ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.

પરિવાર અને ટેનિસ કરિયર વચ્ચે બેલેન્સ કરતા સંજના રાવલે કહ્યું કે,”મને વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્ત્વ કરવાનો આનંદ છે. અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમી મારી આ સફળતામાં મુખ્ય રહી છે. જેમણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટી ઉપરાંત નિષ્ણાંત કોચ પાસે માર્ગદર્શનમાં મદદ કરી જેથી હું આ સ્તરે પહોંચી શકી છું.”

સંજના આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં 30+ કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરનાર ગુજરાતની પ્રથમ ખેલાડી છે. સંજના રાવલનું સમર્પણ નવા એથ્લિટ્સને રમતમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે, જેમાં તેમની 17 વર્ષીય દીકરી પણ સામેલ છે. જે અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમીના સિનિયર કન્સલ્ટન્ટ શ્રીમલ ભટ્ટનાં માર્ગદર્શન હેઠળ આઈટીએફ જુનિયર્સ માટે તાલિમ મેળવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *