અમદાવાદ
હરેકૃષ્ણ મંદિર- ભાડજ તા. 14 માર્ચ, 2025 શુક્રવારના રોજ ગૌર પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યું છે. આ દિન ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ કે જેમને ભગવાન શ્રીકૃષ્ણના છુપા અવતાર તરીકે વિશેષ માનવામાં આવે છે તેમના અવતરણનો શુભદિન છે. આ વર્ષે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની 536મી જન્મજયંતિ આવી રહી છે તેમજ આ ઉત્સવ ગૌડીય વેષ્ણવો માટે નવવર્ષના શરૂઆતનો નિર્દેશ કરે છે. આ દિવસે ભક્તો ચંદ્ર રાત્રે પૂર્ણપણે ખીલે ત્યાં સુધી ઉપવાસ રાખે છે.
હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે આ ઉત્સવની ઉજવણી સાંજના 6 વાગ્યાથી શરૂ થશે. ઉત્સવના ભાગરૂપે શ્રી શ્રી નિતાઈ ગૌરાંગની મૂર્તિને સુંદર વિવિધ પૂષ્પોથી સુશોભિત પાલકીમાં વિહાર કરાવવામાં આવશે. ભક્તો સર્વોપરી ભગવાનને પ્રસન્ન કરવા માટે મહા સંકિર્તન કરશે. મંદિરનો દરેક ખૂણો હરેકૃષ્ણ મહામંત્રથી ગૂંજી ઉઠશે. ભક્ત સમુદાય દ્રારા શ્રી ચૈતન્ય મહાપ્રભુ જેમણે જગતભરમાં ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર નામનુ રટણ કરવાના ઉદેશનો પ્રસરાવ કર્યો એ ઉદેશનું નિરૂપણ કરતા હરિનામ સંકિર્તનનું રટણ દિવસ આખા દરમ્યાન કરવામાં આવશે બપોરના સમયે સર્વશક્તિમાન ભગવાન શ્રી શ્રી નિતાઈ ગૌરાંગને 108 કરતા પણ વધુ વ્યજંનોનો રાજભોગ અર્પણ કરવામાં આવશે કે જેમને મંદિર ભક્તો દ્રારા પ્રેમપૂર્વક બનાવવામાં આવશ એ પછી રાજભોગ આરતી કરવામાં આવશે. રાજભોગ આરતી પછી, અન્નદાન કાર્યક્રમના ભાગ રૂપે, બધા મુલાકાતીઓને ભવ્ય ભોજન મહાપ્રસાદ પીરસવામાં આવશે.

ભગવાનને અભિષેક અને ભોગ ધરાવ્યા બાદ મહાઆરતી કરવામાં આવશે. પછી શ્રીચૈતન્ય મહાપ્રભુની મહત્તા દર્શાવતું ગીત શ્રીસચીતનય અષ્ટકમ સાથે ગાઈને મહા આરતી ઉતારવામાં આવશે. આ દરમ્યાન હરેકૃષ્ણ મંદિરના ભક્તો દ્રારા “ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની લીલા વિષય પર “ચિંતામણી” નામક ખાસ નાટક ભજવવામાં આવશે.
ઉત્સવની વિગત
તારીખ અને દિન – 14 માર્ચ, 2025 શુક્રવાર
શુભ સ્થળ – હરેક્રિષ્ના મંદિર, ભાડજ, અમદાવાદ ડેન્ટલ કોલેજની સામે, સાયન્સ સીટી નજીક, અમદાવાદ.
ઉત્સવની વિશિષ્ટતાઓ
1) દર્શન – સવારના 7.15 થી રાત્રીના 9.00 વાગ્યા સુધી
2) મહાસંકિર્તન – સવારના 10.00 થી રાત્રીના 9.00 વાગ્યા સુધી
3) પાલકી ઉત્સવ – સાંજે 6.15 વાગે
4) મહાઅભિષેક – સાંજે 7.00 વાગે
5) ડ્રામા – રાત્રે 8.00 વાગે
6) મહા આરતી – રાત્રીના 8.45 વાગે
7) ફૂલ હોળી – રાત્રીના 9.00 વાગે