રાજ્યની મહિલા ખેલાડીઓ “મહિલા રોકડ પુરસ્કાર યોજના વર્ષ ૨૦૨૪-૨૫”માં ભાગ લેવા ૧૮ માર્ચ થી ૧૭ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અરજી કરી શકશે

Spread the love
ગાંધીનગર
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ ૨૦૨૪-૨૫' અંતર્ગત 'મહિલા રોકડ પુરસ્કાર'  આપવામાં આવશે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર ૧૪,૧૭,૧૯ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી.દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય અથવા ભાગ લીધો હોય તે મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે,મહિલા ખેલાડીઓ કોઈ પણ એક જ રમતમાં તેમજ ખેલમાં એક જ સિદ્ધિ માટે "મહિલા રોકડ પુરસ્કાર યોજના" માટે ફોર્મ ભરી શકશે. આ ફોર્મ ભરવા માટે ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ https: // sportsauthority.gujarat.gov.in પર તા. ૧૮ માર્ચ થી તા.૧૭ એપ્રિલ ૨૦૨૫ સુધી જરૂરી પ્રમાણપત્રો જેવા કે મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે સાથે રાખીને અરજી કરી શકશે એમ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. 

One thought on “રાજ્યની મહિલા ખેલાડીઓ “મહિલા રોકડ પુરસ્કાર યોજના વર્ષ ૨૦૨૪-૨૫”માં ભાગ લેવા ૧૮ માર્ચ થી ૧૭ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અરજી કરી શકશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *