ગાંધીધામ, 9 સપ્ટેમ્બર: ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સાથે મળીને રમત પ્રત્યે જાગૃતિ ફેલાવવાના તેના પ્રયાસરૂપે મંગળવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરના 74 કેન્દ્રોમાં ટેબલ ટેનિસ પ્રવૃત્તિઓનું આયોજન કરવાની એક વિશાળ પહેલ કરી છે. આ સમગ્ર કાર્યક્રમમાં પ્રતિભા ગ્રુપ, સુરત દ્વારા સહયોગ મળેલ છે.
ગુજરાતના ટોચના શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ગાંધીધામથી માંડીને મોડાસા, રાજકોટ, ભાવનગર, ડીસા, નવસારી, ગણદેવી જેવા બીજા સ્તરના શહેરો સહિતના રાજ્યના અન્ય શહેરોના ખેલાડીઓ ખાસ ડીઝાઈન કરેલી ટી-શર્ટ કે જેના પર ‘યુનાઈટેડ ફોર નેશન, યુનાઈટેડ ફોર ટેબલ ટેનિસ’ સ્લોગન છે તે પહેરીને આ વિશાળ ઝુંબેશમાં ભાગ લેશે.
જીએસટીટીએ ના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતની પુરૂષો ટીટી ટીમમાં ગુજરાતના બે ખેલાડીઓ હરમીત દેસાઈ અને માનવ ઠક્કરએ પણ ભાગ લીધેલ અને આ સિદ્ધિની ઉજવણી કરવાની પ્રક્રિયામાં અમે ટેબલ ટેનિસ રમતને સમગ્ર રાજ્યમાં લોકપ્રિય બનાવવા માંગીએ છીએ.
“અમે અમારા વડા પ્રધાનના 74મા જન્મદિવસની યાદમાં 17મી સપ્ટેમ્બરે અમારા રાજ્યના ખેલાડીઓની વિશાળ સિદ્ધિની ઉજવણી કરવા માંગીએ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે સેંકડો ખેલાડીઓ આ 74 સ્થાનો પર સંપૂર્ણ રીતે બહાર આવશે અને આ વિશાળ જાગૃતિ અભિયાનનો ભાગ બનશે.’ એમ ચૌધરીએ જણાવ્યું હતું.