અમદાવાદ
મેન ઓફ ધ મેચ હર્ષ ઠક્કર (4 વિકેટ) અને દિવ્યેશ પટેલ (3 વિકેટ અને 1 કેચ)ની મદદથી ફાયર ક્લોટ્સ અને રેગિંગ બ્લૂસની ટીમોએ લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની બીજા દિવસની બે મેચમાં આસાન વિજય મેળવ્યો હતો. જસ્ટ કોર્સેકા દ્વારા પ્રાયોજિત સ્પર્ધાની નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ પર રમાયેલી બીજા દિવસની પ્રથમ મેચમાં સ્પોર્ટન વોરિયર્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી.ફાયર ક્લોટ્સે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટના ભોગે 199 રન બનાવ્યા હતા જેના જવાબમાં સ્પોર્ટન વોરિયર્સની ટીમે 20 ઓવરમાં સાત વિકેટે 155 રન બનાવતા ફાયર ક્લોટ્સનો 44 રને આસાન વિજય થયો હતો. દિવ્સની બીજી મેચમાં ટેકી બ્લાસ્ટર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટે153 રન બનાવ્યા હતા જેની સામે રેગિંગ બ્લૂસ ટીમ 14.4 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 155 રન બનવીને લક્ષ્ય પાર પાડ્યું હતું.
બીજો દિવસઃ પ્રથમ મેચ
ફાયર ક્લોટ્સઃ 20 ઓવરમાં આઠ વિકેટે 199 ( સિદ્ધાર્થ વેકરિયા 32 બોલમાં આઠ બાઉન્ડ્રી, એક સિક્સર સાથે 58, રુચિત આહિર 21 બોલમાં પાંચ સિક્સર સાથે 41, હેમાંગ પટેલ 14 બોલમાં ત્રણ બાઉન્ડ્રી, ત્રણ સિક્સર સાથે 33 રન, ધવલ સોલંકી 40 રનમાં બે, હિરેન મકવાણા 48 રનમાં બે વિકેટ)
સ્પોર્ટન વોરિયર્સઃ 20 ઓવરમાં સાત વિકેટે 155 (પૃથ્વી ચૌહાણ 32 બોલમાં બે બાઉન્ડ્રી, પાંચ સુક્સર સાથે 52, નિહાર વાઘેલા 37 બોલમાં 3 બાઉન્ડ્રી, બે સિક્સર સાથે 46 રન, હર્ષ ઠક્કર 13માં 4, હાર્દિક કુરાંગલે 18માં બે વિકેટ)
મેન ઓફ ધ મેચઃ હર્ષ ઠક્કરઃ 4-0-13-4 વિકેટ
બીજી મેચ
ટેકી બ્લાસ્ટર્સઃ 20 ઓવરમાં આઠ વિકેટે 153 ( રાકેશ યાદવ 27 બોલમાં છ બાઉન્ડ્રી સાથે 36, આતિથ્ય રાઠોડ 32 બોલમાં પાંચ બાઉન્ડ્રી સાથે 35, યશ પંજવાની24 બોલમાં ચાર બાઉન્ડ્રી સાથે 31, વિરાજ ઠાકોર 21 બોલમાં બે બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 21 રન, દિવ્યેશ પટેલ 19 રનમાં 3, સુરજ ભદોરિયા 24 રનમાં બે અને વિમલ સોલંકી 27 રનમાં બે વિકેટ)
રેગિંગ બ્લૂસઃ 14.4 ઓવર્સમાં પાંચ વિકેટે 155 (ભાવિક બદાની 30 બોલમાં ત્રણ બાઉન્ડ્રી, ત્રણ સિક્સર સાથે 45, ઉર્વિશ મહેતા 11 બોલમાં પાંચ બાઉન્ડ્રી બે સિક્સર સાથે 34, ધ્રુવ પારેખ 11 બોલમાં એક બાઉન્ડ્રી ત્રણ સિક્સર સાથે 26, અનિલ પટેલ 12 બોલમાં ત્રણ બાઉન્ડ્રી એક સિક્સર સાથે 21, મિહિર વછેટા 19 બોલમાં એક બાઉન્ડ્રી. એક સિક્સર સાથે 21 રનઃ
મેન ઓફ ધ મેચઃ દિવ્યેશ પટેલઃ એક કેચ, 4-0-19-3 વિકેટ