
અમદાવાદ
મેન ઓફ ધ મેચ સ્મિત એસ. પટેલ (89) અને સનપ્રિત બગ્ગા (54)ની શાનદાર બેટિંગના જોરે તેમની ટીમોએ લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની પ્રથમ દિવસની બે મેચમાં આસાન વિજય મેળવ્યો હતો. જસ્ટ કોર્સેકા દ્વારા પ્રાયોજિત સ્પર્ધાની પ્રથમ મેચમાં બ્લેક ઈગલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. રેગિંગ બુલ્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 158 રન બનાવ્યા હતા જેના જવાબમાં સ્મિત પટેલ (89) અને સૌરવ ચૌહાણની (55) આકર્ષક બેટિંગના જોરે બ્લેક ઈગલે 13મી ઓવરમાં એક વિકેટ ગુમાવીને 159 રન સાથે લક્ષ્યાંક પાર પાડ્યો હતો. દિવસની બીજી મેચમાં પીચ સ્મેસર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટે 149 રન બનાવ્યા હતા જેના જવાબમાં સ્પોર્ટન વોરિયર્સનો દાવ 18.3 ઓવરમાં 91 રનમાં સમેટાઈ ગયો હતો.
ટૂંકો સ્કોર
પ્રથમ મેચઃ રેગિંગ બ્લૂસઃ 20 ઓવરમાં આઠ વિકેટે 158 (ભાવિક બદાની 46, ધ્રુવ પારેખ 38, અનિલ પટેલ 33, ધ્રુવ સોની 24 રનમાં બે,શેનઝોર દીવાન 27 રનમાં બે વિકેટ)
બ્લેક ઈગલઃ 13 ઓવરમાં એક વિકેટે 159 (સ્મિત પટેલ 89, સૌરવ ચૌહાણ 55)

મેન ઓફધ મેચઃ સ્મિત એસ. પટેલ
બીજી મેચઃ પીચ સ્મેશર્સઃ 20 ઓવરમાં આઠ વિકેટે 149 ( સનપ્રિત બગ્ગા 54, નમન શાહ 36, નિખિલ સામનાની 14માં બે, મોઈન બલાપારિયા 27માં બે વિકેટ)
સ્પોર્ટન વોરિયર્સઃ 18.3 ઓવરમાં 91 રન (અભિષેક નિમાવત 29, નમન શાહ 13માં 3, વોસિમ બશીર 17માં બે, ઈરફાન-ઉલ-હક 15માં 3, મયુર પટેલ 13માં બે વિકેટ)

મેન ઓફ ધ મેચ સનપ્રિત બગ્ગા.
