અમદાવાદના આંગણે અનોખો ક્રિકેટ કાર્નિવલ, રાજ્યભરના ઊભરતા ખેલાડીઓ વચ્ચે ટક્કર

Spread the love

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ પર 5થી 12 નવેમ્બરે લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલ

લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને જસ્ટ કોર્સેકા દ્વારા યુવા ક્રિકેટર્સ માટે પ્રતિભા દર્શાવવાની તક

અમદાવાદ

અમદાવાદના નવરંગપુરા ખાતેના સરદાર પટેલ સ્ટેડિયમમાં લાસ્ટ માઈલ એન્ટરપ્રાઈઝ લિમિટેડ અને કોર્સેકા દ્વારા રાજ્યના યુવા ક્રિકેટર્સને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળે એ માટે 5થી 12 નવેમ્બર દરમિયાન લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલનું આયોજન કરાયું છે. ટી20ની ડે મેચોની સ્પર્ધામાં છ ટીમો વચ્ચે લીગ કમ નોકઆઉટ પદ્ધથિએ કુલ 15 મેચ રમાશે.

તમામ ટીમોને ટ્રોફી મળશે

સ્પર્ધાનું માળખું એ રીતે ઘડાયું છે કે તમામ ટીમોના ખેલાડીઓને તેમની પ્રતિભા દેખાડવાની સમાન તક મળશે. એટલે કે પરોક્ષ રીતે કહી શકાય કે તમામ ટીમને સ્પર્ધામાં વિજેતા-રનર્સઅપની ટ્રોફી મળશે. સ્પર્ધાની ચેમ્પિયન ટીમ ઉપરાંત અન્ય ચાર ટીમોને એક બીજા સામેની ટક્કર બાદ ટ્રોફી પ્રાપ્ત કરશે, સ્પર્ધાના ચેમ્પિયન્સ અને રનર્સઅપ, પ્લેટ ચેમ્પિયન્સ અને રનર્સ અપ તથા બાઉલ ચેમ્પિયન્સ અને રનર્સઅપ આ તમામ માટે ટ્રોફી મળશે, એટલે કે ભાગ લેનારી તમામ છ ટીમને ટ્રોફી મળશે, એમ લાસ્ટ માઈલ એન્ટરપ્રાઈસ લિમિટેડના સીએમઓ જ્યોતિરાદિત્ય સિંહ વાઘેલાએ સ્પર્ધાની માહિતી આપતા જણાવ્યું હતું.

સ્પર્ધામાં કુલ 25 લાખથી વધુની ઈનામ

સ્પર્ધામાં વિજેતા ટીમને 11 લાખ, રનર્સઅપને પાંચ લાખ રુપિયાનો રોકડ પુરસ્કાર ઉપરાંત દરેક મેચમાં મેન ઓફધ મેચ, મેન ઓફધ સિરિઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટરને પણ પુરસ્કાર મળશે. મેન ઓફ ધ સિરિઝને કાર જ્યારે બેસ્ટ બોલર-બેટરને બાઈક ઈનામમાં આપવામાં આવશે, એમ લાસ્ટ માઈલ એન્ટરપ્રાઈસિસ લિમિટેડના સીઓઓ જય રાજ સિંહ શેખાવતે જણાવ્યું હતું.

જસ્ટ કોર્સેકાના સીઈઓ તનિષ્ક ગોએન્કાએ જણાવ્યું હતું કે, વ્હાઈટ બોલથી રમાનારી મેચો સવારે સાડા આઠ વાગે શરૂ થશે અને દિવસ દરમિયાન રોજની બે મેચો રમાશે. સ્પર્ધા પાંચ નવેમ્બરે સવારે 8.30એ ટ્રોફીના અનાવરણ સાથે શરૂ થશે.  

લિગ મેચોનો કાર્યક્રમ

5 નવેમ્બર

સવારે 8.30થી બ્લેક ઈગલ વિ. રેગિંગ બુલ્સ

બપોરે 13.00થી સ્પાર્ટન વોરિયર્સ વિ. પીચ સ્મેશર્સ

6 નવેમ્બર

સવારે 8.30થી સ્પાર્ટન વોરિયર્સ વિ. ફાયર ક્લોટ્સ

બપોરે 13.00થી રેગિંગ બુલ્સ વિ. ટેકી બ્લાસ્ટર્સ

7 નવેમ્બર

સવારે 8.30થી ફાયર ક્લોટ્સ વિ. પીચ સ્મેશર્સ

બપોરે 13.00થી બ્લેક ઈગલ વિ. ટેકી બ્લાસ્ટર્સ

8-9-10 અને 11 નવેમ્બરે રોજ બે મેચો રમાશે જ્યારે સ્પર્ધાની ફાઈનલ 12મી નવેમ્બરે રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *