એનએફઓ 25 નવેમ્બર, 2024ના રોજ ખૂલે છે અને 09 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થાય છે

મુંબઈ
કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (“KMAMC” / “Kotak Mutual Fund”) કોટક ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક્સ ફંડ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી. આ ફંડ ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ થીમને અનુસરતી એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. આ સ્કીમ 25 નવેમ્બર, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને 09 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે.
આ સ્કીમનો ઉદ્દેશ ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી કંપનીઓની ઇક્વિટી અથવા ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરીને લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ કરવાનો છે. ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ્ થીમ એવી કંપનીઓમાં રોકાણ માટે ધ્યાન કેન્દ્રિત કરે છે જે માલસામાન અને લોકોની મૂવમેન્ટની કામગીરી સાથે સંકળાયેલી હોય. આમાં ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ સર્વિસીઝ અને સક્ષમ તથા ટકાઉ ટ્રાન્સપોર્ટેશન માટેના નવીનતમ સોલ્યુશન્સ આપતી કંપનીઓ તેમજ ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સને સપોર્ટ કરતી ફાઇનાન્સ કંપનીઓ સમાવિષ્ટ છે.
કોટક ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક્સ ફંડ ભારતની વધતી આકાંક્ષાઓ, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ઇકો-સિસ્ટમના ઓપ્ટિમાઇઝેશન અને આ થીમમાં વિકાસની મોટી તકોથી પ્રેરિત ભારતની વિકસતી ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ થીમમાં રોકાણ કરવાની રોકાણકારોને તક પૂરી પાડે છે. આ ફંડ લાર્જ, મીડ અને સ્મોલ કેપ કંપનીઓમાં એક્સપોઝર સાથે વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રોકાણ મટેની ફ્લેક્સિબિલિટી ધરાવશે અને બોટમ-અપ અપ્રોચને અનુસરશે.
ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ થીમ લાંબા ગાળે વિકાસ પામવાની સંભાવના ધરાવે છે. આ થીમ વિવિધ પરિબળો દ્વારા સંચાલિત છે, જેમ કે (1) ભારતમાલા, સાગરમાલા, ડીએફસી, મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક વગેરે જેવી પહેલ દ્વારા સરકારનું ધ્યાન (2) ડીઝલ એન્જિનથી હાઇબ્રિડ કે ઇવીમાં ટેક્નોલોજી અપગ્રેડ્સ (3) બિનસંગઠિતથી સંગઠિત તરફ પ્રયાણ (4) ભારતમાં ઉત્પાદન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન
કેએમએએમસીના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે કોટક ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક્સ ફંડના લોન્ચ સાથે અમે ભારતની ઝડપતી વિકસતી ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ થીમમાં ભાગ લેવાની રોકાણકારોને તક પૂરી પાડીએ છીએ. આ વૃદ્ધિ વધતી જતી વાહનની માલિકી અને માથાદીઠ જીડીપીમાં વધારો દ્વારા સમર્થિત અશ્મિભૂત ઇંધણના એન્જિનમાંથી ઇલેક્ટ્રિક વાહનો તરફના સંક્રમણ સહિતના વિવિધ પરિબળો દ્વારા સંચાલિત છે. ભારતમાલા અને ગતિશક્તિ જેવી મોટી સરકારી પહેલ, કાર્યક્ષમતામાં સુધારો કરતી વખતે લોજિસ્ટિક સેક્ટરમાં વ્યાપાર તકોને વધુ વિસ્તૃત કરશે. ભારતના વિસ્તરતા ઉત્પાદન ક્ષેત્ર સાથે પરિવહન અને લોજિસ્ટિક્સ ઉદ્યોગ નોંધપાત્ર વિસ્તરણ માટે તૈયાર છે.”
કેએમએએમસીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર- ઇક્વિટી એન્ડ ફંડ મેનેજર હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ થીમ વધતો વપરાશ, માથાદીઠ જીડીપીમાં વધારો, ઇ-કોમર્સ, ઓટો અને ઓટો-એન્સીલરી બિઝનેસીસમાં વૃદ્ધિ જેવા બહુવિધ પરિબળોનો લાભ લે છે. કાર્યક્ષમ લોજિસ્ટિક્સ નેટવર્ક બનાવીને પરિવહન સંબંધિત ખર્ચ ઘટાડવા પર સરકારનું ધ્યાન ન કેવળ સેક્ટરના વિકાસમાં મદદ કરે છે પરંતુ નવી કંપનીઓને પ્રવેશ માટે પ્રોત્સાહિત કરે છે. છેલ્લા 5 વર્ષોમાં આ જગ્યામાં લિસ્ટેડ કંપનીઓની સંખ્યામાં 44 ટકાનો વધારો થયો છે. પરિવહન અને લોજિસ્ટિક્સ સેવાઓની માંગ નોંધપાત્ર રીતે વધી શકે છે કારણ કે આપણે ઈન્ડિયા સ્ટોરીને આગામી વર્ષોમાં આગળ આવતી જોઈ શકીએ છીએ.”
ફંડનું મેનેજમેન્ટ નલીન ભટ્ટ દ્વારા કરવામાં આવશે જે ફેબ્રુઆરી 2016થી કોટક મહિન્દ્રા એએમસી સાથે છે અને ઇક્વિટી રિસર્ચ અને ફંડ મેનેજમેન્ટમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.
આ સ્કીમ 25મી નવેમ્બર, 2024ના રોજ જાહેર સબ્સ્ક્રીપ્શન માટે ખૂલે છે અને 9મી ડિસેમ્બર, 2024ના રોજ બંધ થાય છે. રોકાણકારો એનએફઓ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછી રૂ. 100 અને ત્યાર પછીની કોઈપણ રકમનું રોકાણ કરી શકે છે. કોટક ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ફંડ વિશે વધુ વિગતો માટે કૃપા કરીને મુલાકાત લો: https://www.kotakmf.com/nfo-funds/equity-funds/kotak-transportation-and-logistics-fund/dir-g
Nilesh Shah’s insights on the fund: https://www.youtube.com/watch?v=oA6ShS24XRE
પ્રોડક્ટ તેમના માટે યોગ્ય છે કે કેમ તે અંગે શંકા હોય તો રોકાણકારોએ તેમના નાણાંકીય નિષ્ણાતો અને ટેક્સ સલાહકારનો સંપર્ક કરવો જોઈએ. કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (KMAMC) કોઈપણ વળતર/ભવિષ્યના વળતરની બાંયધરી આપતું નથી અથવા વચન આપતું નથી. ભૂતકાળની કામગીરી ભવિષ્યમાં ટકી શકે છે કે નહીં. ઉપરોક્ત ઉલ્લેખિત વિભાગો દ્રષ્ટાંતરૂપ હેતુઓ માટે છે અને સૂચનાત્મક પ્રકારના છે.
* સેબી માસ્ટર સર્ક્યુલર નંબર SEBI/HO/IMD/IMD-PoD-1/P/CIR/2024/90, તારીખ 27 જૂન, 2024ના પેરા 2.7 મુજબ લાર્જ કેપ: સંપૂર્ણ માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ 1-100 નંબરની કંપની. મિડ કેપ: સંપૂર્ણ માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ 101મી-250મી કંપની. સ્મોલ કેપ: સંપૂર્ણ માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ 251મી કંપની.