ઈન્દોર
બીસીસીઆઈની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 મેચમાં આજે એમરાલ્ડ હાઈટ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ – ઈન્દોર ખાતે ગુજરાત અને તમિલનાડુ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતનો તમિલનાડુ સામે 19 રને વિજય થયો હતો. ગુજરાતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કરતા 20 ઓવરમાં નવ વિકેટે 133 રન બનાવ્યા હતા જેના જવાબમાં તમિલનાડુની ટીમ 18.5 ઓવરમાં 114 રન બનાવી શકી હતી.
ગુજરાત – 20 ઓવરમાં 9 વિકેટે 133 રન ( હેમાંગ પટેલ 34 બોલમાં 4 ચોગ્ગા, 3 છગ્ગાની મદદથી 50 રન, વિશાલ જયસ્વાલ 32 રન, વોરિયર 4 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ).
તમિલનાડુ – 114 રન 18.5 ઓવરમાં 10 વિકેટે.( શાહરુખ ખાન 33 બોલમાં 1 ચોગ્ગા, 2 છગ્ગાની મદદથી 33 રન, નાગાસવાલા 3.5 ઓવરમાં 21 રન આપીને 4 વિકેટ,ચિંતન ગજા 3 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ).
પરિણામ :- ગુજરાત 19 રને જીત્યું