ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025માં ચાંદખેડા એફસી એનો ડીડીએફસી ભરૂચ સામે 6-2થી વિજય

Spread the love

વડોદરા

બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે રમાઈ રહેલી ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 માં જૂનિયર બોયસની 7 મેચોમાંની એક મેચમાં ચાંદખેડા એફસી એ  ડીડીએફસી ભરુચ પર 6-2 થી વિજય મેળવ્યો હતો. ચાંદખેડા એફસી ના સત્યજીત ચૌહાણ મેન ઓફ ધી મેચ જાહેર થયો હતો.

વેદાંતા એફસી એ રેન્જર એફએ પર  7-3 થી વિજય મેળવ્યો હતો, વેદાંતા એફસી ના વંશ મંગલાની મેન ઓફ ધી મેચ બન્યો હતો. એઆરએ એફસી  એ રાઈસિંગ સન એફસી પર 6-1 થી વિજય મેળવ્યો હતો, એઆરએ એફસી ના કિશનસિંગ મેન ઓફ ધી મેચ જાહેર થયો હતો. બીએસપીએફએ સુરતે શાહીબાગ એફસી પર 13-7 થી વિજય મેળવ્યો હતો. બીએસપીએફએ સુરત ના દક્ષ અગ્રવાલ ને  મેન ઓફ ધી મેચ થયા હતા. પ્રોગ્રેસિવ બોય એ  પીએસએફસી પર 4-3 થી વિજય મેળવ્યો હતો, પ્રોગ્રેસિવ બોય ના રોનક પરમાર મેન ઓફ ધી મેચ બન્યો હતો. દ્વિવેદી બ્રધર્સ એસસી એ રોયલ લાયન એફસી પર 9-3 થી વિજય મેળવ્યો હતો, દ્વિવેદી બ્રધર્સ ના ઉત્કર્ષ ટોપવાલ મેન ઓફ ધી મેચ જાહેર થયો હતો.  કિંગ સ્ટાર એસએ એ ભીલાડ એફસી પર  6-3 થી વિજય મેળવ્યો હતો, કિંગ સ્ટાર એસએ ના સાર્થક સિંગ મેન ઓફ ધી મેચ બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *