Breaking

હીરામણિ સ્કૂલની રજત જયંતી નિમિત્તે ઈન્ટરસ્કૂલ ડ્રોઈંગ એન્ડ મોડેલ મેકિંગ કોમ્પિટિશન સ્પર્ધા યોજાઈ

Spread the love

હીરામણિ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા (રજત જયંતી) મહોત્સવ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાં તા.23-12-24, સોમવારના રોજ ઈન્ટરસ્કૂલ ડ્રોઈંગ એન્ડ મોડેલ મેકિંગ કોમ્પિટિશન યોજાઈ ગઈ. આ કોમ્પિટિશનમાં 50 સ્કૂલોનાં 220 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.                                        

       આ સ્પર્ધમાં મુખ્ય મહેમાન અને નિર્ણાયક તરીકે કુલીનભાઈ પટેલ (જાણીતા ચિત્રકાર, ઈન્ટીરીયર ડિઝાઈનર), શૈલેષભાઈ પીઠડીયા (સ્કાયબ્લ્યુ ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટ સંસ્થાના સ્થાપક અને ડાયરેક્ટર), દેવાંગભાઈ વ્યાસ (પ્રાધ્યાપક – શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ, શિલ્પ વિભાગ) અને મુકેશભાઈ ગજ્જર (જાણીતા શિલ્પકાર અને ચિત્ર શિક્ષક – દીવાન બલ્લુભાઈ સ્કૂલ) આવ્યાં હતા.

       નિર્ણાયક કુલીનભાઈ પટેલે જણાવ્યું હતું કે ચિત્રની સ્પર્ધા દ્વારા બાળકમાં ચિત્ર અને કલ્પનાનો વિકાસ કરવો અને તેને પ્રોત્સાહન આપવા આ સંસ્થાએ જે સ્પર્ધાનું આયોજન કર્યુ છે તે ખરેખર ઉમદા કાર્ય છે. નિર્ણાયક શૈલેષભાઈ પીઠડીયાએ જણાવ્યું હતું કે પોતાની ક્રિએટીવીટીને હંમેશા આગળ વધારવી અને પોતાની શક્તિ અને કૌશલ્યનો વિકાસ કરવા દરેક પ્રયત્નશીલ રહેવું જોઈએ. 

આ સ્પર્ધામાં નિર્ણાયકોએ વિદ્યાર્થીઓ પાસેથી તેમને બનાવેલ ચિત્રો અને મોડેલનું નિરીક્ષણ કરીનીચે પ્રમાણે વિદ્યાર્થીઓ વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતા.

પ્રથમ ઈનામરુપિયા 2100સુથાર જ્યોતિતત્વમઅસી સ્કૂલ
રુપિયા 2100પટેલ સૌમ્યા પી.હીરામણિ સ્કૂલ
રુપિયા 2100પટેલ સુહાની અશ્વિનભાઈહીરામણિ સ્કૂલ
દ્વિતીય ઈનામરુપિયા 1500શેઠ ચાહત પ્રમોદભાઈહીરામણિ સ્કૂલ
રુપિયા 1500માલી શુભમએસ.જી.વી.પી. સ્કૂલ
રુપિયા 1500ડોબરિયા માહીઅમૃતા વિદ્યાલય
તૃતીય ઈનામરુપિયા 1000પટેલ મનીષાશેઠ સી.એન. વિદ્યાલય
રુપિયા 1000પડિયા આર્યન ટી.નાલંદા સ્કૂલ
રુપિયા 1000દીવાની નુતનનેસ્ટ પબ્લિક સ્કૂલ
આશ્વાસન ઈનામરુપિયા 500પટેલ પલ ઉમેશભાઈહીરામણિ સ્કૂલ
રુપિયા 500શાહ કાવ્યાગ્લોબલ સ્કૂલ
રુપિયા 500મહેતા કવિશા એમ.શુભભારતી પ્રાયમરી સ્કૂલ
રુપિયા 500વત્સ વડિયા વાય.એરપોર્ટ સ્કૂલ
રુપિયા 500પટેલ ફેની કમલેશભાઈહીરામણિ સ્કૂલ
રુપિયા 500અગ્રવાલ આધ્યાગ્લોબલ સ્કૂલ
રુપિયા 500પટેલ ત્રિશા એચ.હીરામણિ સ્કૂલ
રુપિયા 500શાહ શ્રીનીકાગ્લોબલ સ્કૂલ
રુપિયા 500ધ્રુવ પી.અનન્યા વિદ્યાલય

       હીરામણિ સ્કૂલની રજત જયંતી નિમિત્તે યોજાયેલ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પાર્ટીસીપેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં સંસ્થાનાં પ્રમુખ અને રાજ્યસભાનાં સાંસદ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતા અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સ્કૂલનાં આચાર્ય, કૉ-ઓર્ડિનેટર્સ, સ્પર્ધામાં ભાગ લેનાર વિવિધ સ્કૂલોનાં શિક્ષક ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.          

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *