નરેન્દ્ર મોદી ઉદ્યોગપતી ઈલોન મસ્ક માટે લકી ચાર્મ બન્યા

Spread the love

પેટાઃ ઈલોન મસ્ક જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી રહ્યા હતા એ જ સમયે તેમની ઈવી કંપનીના શેર રોકેટની ઝડપે ઉપર જઈ રહ્યા હતા

નવી દિલ્હી
પીએમ નરેન્દ્ર મોદીના પોઝિટિવ ઓરાથી આપણે બધા જ પરિચિત છીએ, કારણ કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેઓ બધાને પોતાના બનાવીને તેમનું સારૂ કરતા જ જાય છે. પણ એક ઉદ્યોગપતિ માટે તો પીએમમોદી લકી ચાર્મ સાબિત થયા છે. વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિમાં જેની ગણતરી થાય છે એવા ઈલોન મસ્ક જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી રહ્યા હતા એ જ સમયે તેમની ઈવી કંપનીના શેર રોકેટની ઝડપે ઉપર જઈ રહ્યા હતા. આ બેઠક ભારતમાં ટેસ્લાના ભવિષ્ય વિશેની હતી અને હવે એના પર હવે ખુદ ઈલોન મસ્કે મંજૂરીની મહોર મારી દીધી છે. આવી પરીસ્થિતિમાં પીએમ મોદી મસ્ક માટે લકી ચાર્મ માનવામાં આવી રહ્યા છે, કારણ કે આ બેઠક બાદ જે આંકડો સામે આવ્યો છે તે ખરેખર ખૂબ જ ચોંકાવનારો છે. બ્લૂમબર્ગ બિલિયોનેયર્સ ઈન્ડેક્સ દ્વારા આપવામાં અનુસાર દેશના સૌથી ધનિક બિઝનેસમેનની સંપત્તિમાં લગભગ 10 બિલિયન ડોલર એટલે કે 82 હજાર કરોડ રૂપિયાનો જંગી વધારો જોવા મળ્યો છે.

મોદી અમેરિકામાં હતા ત્યારે એટલે કે મંગળવારના ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક મોદીને મળ્યા હતા. જેમાં ટેસ્લાની ભારતમાં એન્ટ્રી અંગે ચર્ચા થઈ હતી. પણ ત્યાર બાદમાં મસ્ક પોતે ભારતમાં એન્ટ્રી માટે સંમત થયા હતા અને શક્ય તેટલી વહેલી તકે પ્લાન્ટ સ્થાપવાની વાત જાહેરાત પણ કરી હતી. એ જ સમયે, ટેસ્લાના શેરે પણ સ્પીડ પકડી લીધી હતી. ટેસ્લાનો શેર યુએસ સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ નાસ્ડેક પર 5.34 ટકા વધીને ડોલર274.45 પર બંધ થયો હતો. આ દરમિયાન કંપનીનો સ્ટોક પણ ડોલર274.75 પર પહોંચી ગયો હતો અને છેલ્લા પાંચ દિવસમાં કંપનીના શેરમાં 21 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે અને વર્ષ 2023માં 166 ટકાનો વધારો જોવા મળ્યો છે.

બીજી બાજું ટેસ્લાના શેરમાં વધારા સાથે એલોન મસ્કની સંપત્તિમાં પણ જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. મંગળવારે મસ્કની સંપત્તિમાં 9.95 અબજ ડોલર એટલે કે આશરે 82 હજાર કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો અને આ પછી મસ્કની કુલ સંપત્તિ 243 બિલિયન ડોલર જેટલી થઈ ગઈ હતી. જો સોમવાર અને મંગળવારની વાત કરીએ તો બે દિવસમાં મસ્કની નેટવર્થમાં આશરે ડોલર13 બિલિયનથી વધુનો વધારો જોવા મળ્યો છે. મસ્કની સાથે સાથે જ વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ એવા આર્નોલ્ટ બર્નાર્ડની કુલ સંપત્તિમાં ડોલર5.75 બિલિયનનો ઘટાડો જોવા મળ્યો હતો અને તેમની કુલ સંપત્તિ ડોલર200 બિલિયનથી ઘટીને ડોલર197 બિલિયન પર આવી ગઈ છે.

આ વર્ષે ઈલોન મસ્કે નેટવર્થ વધારવાની બાબતમાં વિક્રમ રચ્યો છે. વર્ષ 2023માં તેમણે પોતાની સંપત્તિમાં 106 અબજ ડોલરનો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિશ્વના 9મા સૌથી ધનિક ઉદ્યોગપતિ સેર્ગેઈ બ્રિનની કુલ સંપત્તિ ડોલર106 બિલિયન જેટલી છે. તે પછી, કોઈપણ ઉદ્યોગપતિની કુલ સંપત્તિ આ સ્તરે આવી નથી. માર્ક ઝુકરબર્ગની પણ કુલ સંપત્તિ ડોલર104 બિલિયન છે, જે વિશ્વના 10મા સૌથી ધનિક બિઝનેસમેન છે. નિષ્ણાતોના મતે, ટૂંક સમયમાં જ એલોન મસ્ક ડોલર 250 બિલિયનનું સ્તર પાર કરશે. એવી શક્યતા પણ છે કે તે આ વર્ષે તેના જીવનકાળની નેટવર્થના ડોલર340 બિલિયનના રેકોર્ડને પાર કરી શકે છે, અને આ રેકોર્ડ તેમણે નવેમ્બર 2020માં બનાવ્યો હતો.

Total Visiters :128 Total: 1497967

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *