મુંદ્રા
ડીપી વર્લ્ડએ તેની મુંદ્રા ટર્મિનલથી યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ કિનારાને જોડતી સર્વપ્રથમ સીધી સેવા શરૂ કરી છે, જેના દ્વારા વિશ્વના સૌથી મોટા અર્થતંત્રની સાથે ઉત્તર-પશ્ચિમ ભારતનું જોડાણ વધારી શકશે.
ડીપી વર્લ્ડ, અત્યાધુનિક સપ્લાઈ ચેઇન સોલ્યુશન્સ પૂરી પાડતી એક વૈશ્વિકઅગ્રણી કંપનીએ આ મહિનાની શરૂઆતમાં ‘એમ,વી, મર્સ્ક એટલાન્ટા’ વહાણના પ્રથમ પોર્ટ કોલ દ્વારા વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવીને વૈશ્વિક વેપારના ગેટવે તરીકે મુંદ્રામાં રોકાણ કર્યું છે.

એમઇસીએલ સર્વિસના પોર્ટના જોડાણમાં હ્યુસ્ટન, નોર્ફોક, નેવાર્ક, પોર્ટ ટેન્જિયર મેડિટેરેનિયન, સલાલાહ, જેબેલ અલી, ચાર્લ્સટન નોર્થ અને સવાન્નાહનો સમાવેશ થાય છે. આ સેવા પરિવહન સમયને સુધારીને દ્વિપક્ષીય વેપાર અને આર્થિક વિકાસને વેગ આપશે અને પ્રદેશમાં વ્યાપારિક સહયોગને પ્રોત્સાહન આપશે. હસ્તકળા, તૈયાર વસ્ત્રો, કાપડ મશીનરી ઘટકો (ઓઇએમ), ફાર્માસ્યુટિકલ્સ અને રસાયણો જેવા ભારતીય ઉદ્યોગોને તેનાથી લાભ મળશે, જેની હાલ યુએસના પૂર્વ કિનારામાં મજબૂત માંગ છે.
આ નોંધપાત્ર સિમાચિન્હ વિશે જણાવતા, રવિન્દર જોહલ, ચીફ ઓપરેટિંગ ઓફિસર, પોર્ટ્સ અને ટર્મિનલ્સ, ઓપરેશન્સ અને કોમર્શિયલ મધ્ય પૂર્વિય, ઉત્તર આફ્રિકા અને સબકોન્ટિનેટ, ડીપી વર્લ્ડ કહે છે, “વૈશ્વિક વેપારમાં ભારતની વિસ્તરતી ભૂમિકાને ટેકો આપવા અને તેની વ્યાપાર ભાગીદારીને મજબૂત બનાવવા માટે કાર્યક્ષમ દરિયાઈ માર્ગો અને મજબૂત બંદર કામગીરી મહત્વપૂર્ણ છે. ડીપી વર્લ્ડ મુંદ્રા ભારત અને વિશ્વ વેપાર વચ્ચે જોડાણને પ્રોત્સાહન આપવા અને મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે. એમઇસીએલ સેવાની શરૂઆતમાં એક મહત્વપૂર્ણ પગલું છે, તેનાથી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવે છે, સીધા વેપાર જોડાણમાં સુધારો કરે છે અને આ પ્રદેશમાં બિઝનેસ માટેની આર્થિક વૃદ્ધિને વેગ આપે છે.”
ડીપી વર્લ્ડના વૈશ્વિક નેટવર્કથી મલ્ટિમોડેલ નિષ્ણાંત અને મુંદ્રા ટર્મિનલની ભારતના રોડ અને રેલવે નેટવર્ક સાથે સરળ જોડાણથી સમર્થિત સમગ્ર ગુજરાત, હરિયાણા, દિલ્હી, પંજાબ તથા ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના ગ્રાહકો હવે કાર્યક્ષમ કાર્ગોના પરિવહન માટે એમઇસીએલ સર્વિસનો ઉપયોગ કરી શકે છે. ડીપી વર્લ્ડ મુંદ્રાએ 632 મિટરની જેટ્ટી છે અને ઊંડાણ સાથે મોટા વહાણોનું સંચાલન કરવા સમર્થ છે અને 50 એકરનું કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન પણ છે અને તે ટર્મિનલની અંદર જ સમર્પિત રેલ કનેક્ટિવિટીથી કાર્ગોની અવિરત હિલચાલને સુનિશ્ચિત કરે છે, ડીપી વર્લ્ડ મુંદ્રાએ વૈશ્વિક વેપાર પ્રવાહને સરળ કરવા માટે કાર્ગો પરિવહનને પણ સરળ બનાવાને પ્રાથમિક્તા આપે છે. એમઇસીએલ સર્વિસની રજૂઆતની સાથે, યુ.એસ.ના પૂર્વ કિનારા સુધી પહોંચશે, જે ભારતના નિકાસકારો અને આયાતકારો માટે એક મહત્વપૂર્ણ ગેટવે તરીકે મુંદ્રાની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે, આંતરરાષ્ટ્રિય બજારમાં ઝડપી અને વધુ વિશ્વસનિય પહોંચને સમર્થ બનાવે છે.