2026 હોકી વર્લ્ડ કપમાં ભારત મજબૂત દાવેદારઃ બેલ્જિયમનો ડિફેન્ડર વાન ડોરેન

એસવીએન,નવી દિલ્હી બેલ્જિયમના ડિફેન્ડર આર્થર વાન ડોરેન માને છે કે ભારત આગામી વર્ષના પુરુષ હોકી વર્લ્ડ કપમાં ટાઇટલનું મજબૂત દાવેદાર છે, તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મેન ઇન બ્લૂ ટીમની સાતત્યતા માટે અવગણના અશક્ય છે. સતત ઓલિમ્પિક મેડલ સહિત મોટી ટુર્નામેન્ટમાં ભારતના પ્રદર્શને તેમને ચુનંદા ખેલાડીઓમાં મજબૂત રીતે સ્થાપિત કર્યા છે. વેન ડોરેને પીટીઆઈ…

ગુજરાતની શાઈની ગોમ્સ ટોક્યો ડેફલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ગાંધીધામ ગુજરાતની ટેલેન્ટેડ ડેફ ખેલાડી શાઈની ગોમ્સની 25માં ડેફલિમ્પિક માટેની ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં પસંદગી થઈ છે. આ ડેફલિમ્પિક જાપાનનાં ટોક્યો ખાતે 15 થી 26 નવેમ્બર 2025 દરમિયાન યોજાશે. આ ડેફલિમ્પિક શાઈની માટે સતત ત્રીજી સિઝન રહેશે. આ અગાઉ તેણે 2017 તુર્કીયે ગેમ્સ અને 2021 બ્રાઝિલ ગેમ્સ (કોવિડને લીધે 2022માં યોજાઈ હતી)માં ટીમની કેપ્ટન તરીકે ભાગ લીધો…

BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ 2025: ચીને ઇન્ડોનેશિયાને હરાવીને 15મો સુહાન્ડીનાટા કપ જીત્યો

ગુવાહાટી બેડમિન્ટન પાવરહાઉસ ચીને શનિવારે અહીં BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ 2025 ની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ડોનેશિયાને 2-0 થી હરાવીને 15મી વખત સુહાન્ડીનાટા કપ જીત્યો. ચીન ત્રણ વર્તમાન એશિયન જુનિયર ચેમ્પિયનશિપ વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક વિજેતાઓ અને બે રજત ચંદ્રક વિજેતાઓ સાથે ફાઇનલમાં પહોંચ્યું હતું અને ઇન્ડોનેશિયાને ગયા વર્ષે જીતેલા ખિતાબને જાળવી રાખવા માટે તેના બે ખેલાડીઓ…

ભારત ‘2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ’નું યજમાન બનશે; ગુજરાતના ત્રણ શહેરમાં વૈશ્વિક રમતનું આયોજન

બર્મિંગહામ, અલાબામા, યુએસએ, રમતગમત ક્ષેત્રે મહાસત્તા તરીકે આગળ વધી રહેલ ભારત ‘2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ’ (WPFG)નું  યજમાન બનશે. ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, ગાંધીનગર અને એકતા નગર ખાતે આ ગેમ્સ યોજાશે, આ દ્વિવાર્ષિક ઇવેન્ટમાં 70થી વધુ દેશોના 10,000થી વધુ ખેલાડીઓ આવશે, જેઓ પોલીસ, ફાયર, કસ્ટમ્સ અને કરેક્શનલ  સર્વિસિસમાં ફરજ બજાવી રહ્યાં છે. વર્ષ 1985થી WPFGની શરૂઆત થયા પછી ભારત પ્રથમ દક્ષિણ એશિયાઇ રાષ્ટ્ર છે જેને આ ગેમ્સના યજમાન બનવાની તક મળી છે. આ જાહેરાત ગેમ્સના સંચાલક મંડળ, કેલિફોર્નિયા પોલીસ એથ્લેટિક ફેડરેશન (CPAF) સમક્ષ ભારતના ફાઇનલ પ્રેઝન્ટેશન પછી બર્મિંગહામ, અલાબામા ખાતે 25 જૂન 2025ના રોજ કરવામાં આવી હતી. ભારત પણ હવે અગાઉ યજમાન થયેલા કેનેડા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ દેશોના જૂથમાં શામેલ થઇ ગયું છે, જે ગ્લોબલ મલ્ટી સ્પોર્ટ ઇકોસિસ્ટમમાં મહત્વનું સ્થાન દર્શાવે છે. આ તક માટે 15 મહિના સુધી સખત ટેકનિકલ અને વહીવટી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. બર્મિંગહામ ખાતે અંતિમ પ્રેઝન્ટેશન દરમિયાન ગુજરાતની બિડ ટીમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મુખ્ય સચિવ અશ્વિની કુમાર, IAS અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મુખ્ય સચિવ એમ. થેન્નારસન IAS શામેલ હતા. જેમણે રમતના આયોજન માટે રાજ્યની પ્રતિબદ્ધતા અને તૈયારીઓ પર પ્રકાશ પાડ્યો હતો. ગુજરાત ‘એથ્લેટ્સ ફસ્ટ’ની ફિલસૂફીમાં માને છે, જેમાં સુવ્યવસ્થિત વિઝા પ્રક્રિયા, રોકાણનું પૂર્વ આયોજન, બહુ વૈકલ્પિક પરિવહન વ્યવસ્થા, વ્યાપક તબીબી સહાય અને રમતગમત દરમિયાન ખેલાડીઓની તમામ જરૂરિયાનું ધ્યાન રાખવા સહિતની બાબતો સુનિશ્ચિત કરવામાં આવી. મહત્વાકાંક્ષી ભાગીદારી અને મજબૂત માળખાત સુવિધાઓ પ્રદાન કરીને ભારત WPFGના 40 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટું આયોજન કરવાનું લક્ષ્ય રાખે છે. ભારત તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં ટકાઉપણું, ટેક-ડ્રાઇવ અને કલ્ચરલ ઇમર્સિવ ગેમ્સ એડિશન પર ભાર મૂકવામાં આવ્યો છે. હાઇલાઇટ્સની વાત કરીએ તો WPFGમાં સૌપ્રથમ વખત ટકાઉપણાને ધ્યાનમાં રાખીને ડિજિટલ ઓળખપત્ર સિસ્ટમ “વન-પાસ” અને રીઅલ-ટાઇમ ઓપરેશન માટે એક સંકલિત કમાન્ડ પ્લેટફોર્મનો સમાવેશ કરાયો છે. આ ગેમ્સ દેશના યુવાનોને ઇમરજન્સી સર્વિસમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા અને પ્લેટફોર્મ પ્રદાન કરશે, જેના માટે રાષ્ટ્રસ્તે શાળાઓ સહિત જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવશે. વર્ષ 2022માં 36મી નેશનલ ગેમ્સની સફળતા બાદ વર્ષ 2029માં WPFGમાં ઉમદા પ્રદર્શન દ્વારા મલ્ટી સ્પોટ્સ ઇવેન્ટમાં  ગુજરાત દેશમાં અગ્રણી સ્થળ બનવા માગે છે. 15થી વધુ સ્થળો પહેલાથી જ કાર્યરત છે, ત્યારે ગેમ્સના વૈશ્વિક ધોરણો અને ઓપરેશનલ સિસ્ટમ્સમાં હાલની માળખાગત સુવિધાઓનો લાભ મળશે. આ રમત પણ યાદગાર બની રહે તેવી અપેક્ષા છે. આર્થિક રીતે આ આ આયોજનથી પ્રવાસનને વેગ મળશે, રોજગારીનું સર્જન થશે અને માળખાગત સુવિધાઓ સુસજ્જ થશે. સામુદયિક રીતે  નાગરિકોને જોડશે, સ્વયંસેવકોને પ્રોત્સાહન આપશે સાથે જ સ્થાનિકોને વૈશ્વિક સંસ્કૃતિનો પરિચય કરાવશે. ડિજિટલ રીતે ભવિષ્યના ઉપયોગ માટે CPAFને એક ગેમ્સ એપ્લિકેશન સોંપવામાં આવશે, જે ભવિષ્યની પ્રવૃત્તિઓ માટે સાતત્ય અને નવીનતા સુનિશ્ચિત કરશે. આ રમતના સફળ આયોજન દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં વૈશ્વિક મંચ પર ભારત વિશ્વસનીય યજમાન તરીકેની ઓળખ વધુ મજબૂત બનાવશે. 

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં નશામુક્ત ભારત વિષય આધારિત ચિત્રસ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણી સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નશામુક્ત ભારત પખવાડિયાની ઉજવણી દ્રારા જનજાગૃતિ ના ભાગરૂપે વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ નશા ની આડ અસર, બગડતી જિંદગી ઉપર વેધક કટાક્ષ કર્યો હતો, અને સૌને કોઈ પણ પ્રકારનો નશો ન કરવા નો સંદેશ આપ્યો હતો. સ્પર્ધા  માંથી 10 વિજેતા…

ડીપી વર્લ્ડ મુંદ્રાથી દેશને યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ કિનારા સાથે સીધી જોડતી પ્રથમ સર્વિસ

મુંદ્રા ડીપી વર્લ્ડએ તેની મુંદ્રા ટર્મિનલથી યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ કિનારાને જોડતી સર્વપ્રથમ સીધી સેવા શરૂ કરી છે, જેના દ્વારા વિશ્વના સૌથી મોટા અર્થતંત્રની સાથે ઉત્તર-પશ્ચિમ ભારતનું જોડાણ વધારી શકશે. ડીપી વર્લ્ડ, અત્યાધુનિક સપ્લાઈ ચેઇન સોલ્યુશન્સ પૂરી પાડતી એક વૈશ્વિકઅગ્રણી કંપનીએ આ મહિનાની શરૂઆતમાં ‘એમ,વી, મર્સ્ક એટલાન્ટા’ વહાણના પ્રથમ પોર્ટ કોલ દ્વારા વેપાર સંબંધોને વધુ મજબૂત…

વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ બનવા માટે ભારતને મદદ કરવા ટેક્નોલોજી આધારિત ઇન્ક્યુબેટર્સ મહત્વના

મુંબઈ વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ બનવા માટે ભારતની સફરને આઈઆઈટી બોમ્બે ખાતે સોસાયટી ફોર ઇનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ (એસઆઈએનઈ) જેવા ટેક્નોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર્સના પ્રયાસોથી નોંધપાત્ર વેગ મળતો રહ્યો છે. તેની 20મી વર્ષગાંઠ ઉજવવા માટે એસઆઈએનઈ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલતા ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (ડીએસટી)ના ટેક્નોલોજી ટ્રાન્સલેશન એન્ડ ઇનોવેશન ડિવિઝનના વડા શ્રી પ્રવીણ…

બેડમિન્ટન એશિયા જુનિયર ચૅમ્પિયનશિપ: ભારતે વિયેતનામને 5-0થી હરાવ્યું

નવી દિલ્હી  ભારતે શુક્રવારે ઇન્ડોનેશિયાના યોગકાર્તા ખાતે તેના ગ્રુપ Cના ઓપનરમાં વિયેતનામને 5-0થી હરાવીને બેડમિન્ટન એશિયા જુનિયર મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપની શરૂઆત કરી હતી. ભાર્ગવ રામ અરિગેલા અને વેન્નાલા કેના મિક્સ ડબલ્સના સંયોજને એક રમતથી નીચે પાછા ફર્યા અને ફામ વાન ટ્રુઓંગ અને બુઇ બિચ ફુઓંગને 17-21, 21-19, 21-17થી હરાવી ભારતને આગળ કર્યું. પ્રણય શેટ્ટીગરે ત્યારબાદ…

LALIGA એકેડેમી સ્કૂલ્સ ઈન્ડિયાએ મુંબઈમાં ફ્લેગશિપ નેશનલ ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક સમાપન કર્યું

દેશભરની પ્રતિભાએ ઉન્નત સ્પર્ધા, એક્સપોઝરમાં વધારો અને સમુદાયના વિકાસ માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું મુંબઈ LALIGA એકેડેમી સ્કૂલ્સ (LLAS) ભારત મહારાષ્ટ્રમાં કોર્વસ અમેરિકન એકેડેમી ખાતે LLAS નેશનલ ચેમ્પિયનશિપની તેની પ્રારંભિક આવૃત્તિના સમાપનની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. ફૂટબોલ દ્વારા સ્પર્ધા અને એકતાને ઉત્તેજન આપતી, બે દિવસીય ઇવેન્ટ 8મી અને 9મી જૂનના રોજ યોજાઈ હતી, અને સમગ્ર…

એશિયન ગેમ્સ 2022: એસ્પોર્ટ્સ માટે સત્તાવાર ડ્રોની જાહેરાત; ભારત 24 સપ્ટેમ્બરથી અભિયાનની શરૂઆત કરશે

એશિયન ગેમ્સ 2022માં કુલ સાત એસ્પોર્ટ્સ ટાઇટલ્સ દર્શાવવામાં આવશે જેમાં ભારત ચાર ટાઇટલમાં સ્પર્ધા કરે છે: DOTA 2, EA Sports FC Online, League of Legends, અને Street Fighter V: Champion Edition ચાઇના હેંગઝોઉ એસ્પોર્ટ્સ સેન્ટરમાં યોજાશે. 2 ઓક્ટોબર સુધી નવી દિલ્હી ચાલી રહેલી એશિયન ગેમ્સ 2022માં તમામ એસ્પોર્ટ્સ ટાઇટલ માટે ખૂબ જ અપેક્ષિત ડ્રોની સત્તાવાર…

ઇમર્જિંગ મેન્સ એશિયા કપમાં ભારત, પાકિસ્તાનની ટક્કર સહિત એક્સક્લુઝિવલી લાઇવસ્ટ્રીમ કરવા ફેનકોડ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 જુલાઈએ રમાશેયશ ધૂલ એક મજબૂત ભારત A ટીમનું નેતૃત્વ કરે છે જેમાં સાઈ સુદર્શન, અભિષેક શર્મા અને રિયાન પરાગ જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે FanCode, ભારતના પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશનએ ડિજિટલ અધિકારો પ્રાપ્ત કર્યા છે અને તે શ્રીલંકામાં આગામી ACC ઇમર્જિંગ મેન્સ એશિયા કપનું લાઇવ સ્ટ્રીમ કરશે. ટૂર્નામેન્ટ 13 જુલાઈથી શરૂ…

જીત અને શાઇની વર્લ્ડ બધિર ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ગાંધીધામ ચીની તાઇપેઈ ખાતે આઠમી જુલાઈથી 20મી જુલાઈ દરમિયાન યોજાનારી પ્રથમ વર્લ્ડ બધિર યૂથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ તથા ચોથી વર્લ્ડ બધિર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના બે ખેલાડી જીત પંડ્યા અને શાઇની ગોમ્સ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ટુર્નામેન્ટ માટેની ભારતીય ટીમની ગુરુવારે જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદની ઉમંગ બધિર શિક્ષણ સંકુલનો સાતમા ધોરણનો વિદ્યાર્થી વર્ષીય જીત…