અમદાવાદ
હીરામણી સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નશામુક્ત ભારત પખવાડિયાની ઉજવણી દ્રારા જનજાગૃતિ ના ભાગરૂપે વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ નશા ની આડ અસર, બગડતી જિંદગી ઉપર વેધક કટાક્ષ કર્યો હતો, અને સૌને કોઈ પણ પ્રકારનો નશો ન કરવા નો સંદેશ આપ્યો હતો. સ્પર્ધા માંથી 10 વિજેતા વિદ્યાર્થીઓની ચિત્ર કૃતિઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન અને આચાર્ય ભાગ્યેશ જોષીએ અભિનંદન પાઠવ્યા હતાં.
