હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસિક પ્રવૃત્તિનું આયોજન

અમદાવાદ હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયમાં આવતો પાઠ –  વાડી પરના વ્હાલાં અંતર્ગત વાડી એટલે શું ?અને તેની આસપાસ રહેતા પ્રાણી-પક્ષીઓની માહિતી મેળવી અને તેના સુંદર ચાર્ટ અને ચિત્રો દ્વારા સુંદર પ્રવૃત્તિ કરેલી. અને પાઠનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. જે પ્રવૃત્તિ દ્વારા અભ્યાસથી આ પાઠ કાયમી અને સરળતાથી…

હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં જસ્ટિસ ઓન ટ્રાયલ સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાયો

અમદાવાદ હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં જસ્ટિસ ઓન ટ્રાયલ નામની કાનુની સલાહ આપતી સંસ્થા દ્વારા હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ના વડીલોને વસિયતનામું, સીનીયરને લગતા કાયદા વગેરે બાબતોએ ઝીણવટપૂર્વક સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ધારાશાસ્ત્રી કાર્તિક રાવલ, વકીલ સવાણી સાહેબ વગેરેએ ઉપસ્થિત રહી કાનૂની માર્ગદર્શન આપ્યું હતું.

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ-2025 નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં તારીખ 27 અને 28 નવેમ્બરે શાળાના વિશાળ મેદાનમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ રમતોત્સવમાં વિવિધ રમતો જેવી કે 100 મીટર, 200 મીટર, 400 મીટર તથા રિલે-રેસનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે ઉંચી કૂદ, લાંબી કૂદ, કોથળા દોડ, કબડ્ડી, ખો-ખો, ગોળા ફેંક, ચક્ર ફેંક, વૉલીબોલ, રસ્સા-ખેંચ જેવી સ્પર્ધાનું આયોજન થયું….

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા માં  વાર્ષિક રમતોત્સવ-2025 નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ હીરામણિ શાળા ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી વિભાગ માં વાર્ષિક રમતોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં વિશાળ મેદાનમાં તારીખ 25 નવેમ્બર,2025 એ 100 મીટર, 200 મીટર, 400 મીટર અને રીલે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું .સાથે કોથળા દોડ, ત્રિપદી દોડ, લાંબી કુદ , ઊંચી કુદ ,ગોળાફેંક, ચક્ર ફેક જેવી વ્યક્તિગત સ્પર્ધાઓ, કબડી ,ખો-ખો, વોલીબોલ,…

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ભણતાં વિદ્યાર્થીઓ માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ  ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.માં અંબાના નવલાં નોરતાનાં પાવનપર્વની જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતા અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, શાળાના આચાર્યા ભાગ્યેશ જોષી અને કૉ. ઓર્ડિનેટર ગિરિશ…

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી નિમિત્તે હિન્દી કવિતા પઠનનું આયોજન

અમદાવાદ હીરામણિ હાયર સેકન્ડરી (અંગ્રેજી માધ્યમ) દ્વારા હિન્દી દિવસના ઉપક્રમે હિન્દી કવિતા પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ, હિન્દી ભાષામાં વિવિધ વિષયો ઉપર કાવ્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના આ ઉમંગ અને ઉત્સાહ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હિન્દી સપ્તાહની ઉજવણીના ભાગરુપે સોફ્ટબોર્ડ સ્પર્ધા યોજાઈ

અમદાવાદ 14 મી સપ્ટેમ્બર હિન્દી સપ્તાહની ઉજવણીના ભાગરુપે હીરામણિ માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં સોફ્ટ બોર્ડ ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધો.8 થી 12ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં હિન્દી રાષ્ટ્રભાષા પ્રત્યે રસ-રુચિ કેળવાય તે હેતુથી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ…

હીરામણિ સાંધ્યજીવન કુટિર વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ તા.08-09-2025 ના રોજના વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે, અમદાવાદ મેડિકલ સાયંસીસ દ્વારા એજીંગ પ્રોસેસ સંદર્ભ હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં વડીલોને વૃદ્ધની ઉંમર સાથે રોજ બરોજની કસરતો કરવા વિષે ઝીણવટપૂર્વક સમજ આપવામાં આવી હતી.

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં 5મી સપ્ટેમ્બર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે આ શિક્ષણદિનનું આયોજન કરવામાં આવ્યું હતું. शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद मे पलतें हैं । આ પંક્તિને ચરિતાર્થ કરતાં શિક્ષકદિનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 12નાં વિદ્યાર્થીઓએ આચાર્ય, કો-ઓર્ડિનેટર, શિક્ષક, ક્લાર્ક તથા સેવક કર્મચારીની ભૂમિકા ભજવી…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં  શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મને આપણે સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. સ્કૂલનાં વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં શિક્ષક તરીકે ઉત્તમ કામગીરી કરી હતી, સાથે શાળાનાં પ્યૂન, ક્લાર્ક, આચાર્ય, કો-ઓર્ડિનેટર અને સી.ઈ.ઓ.ની ભૂમિકા સુંદર રીતે કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોને શુભેચ્છાકાર્ડ અને પુષ્પ આપી તેમનું અભિવાદન કર્યું હતું અને વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વર્ષાગીત અને ડાન્સ સ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણિ ઉચ્ચત્તર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વરસાદી માહોલને વિદ્યાર્થીઓ લોકસાહિત્ય – સંગીતની સાથે માણે – જાણે આ હેતુથી હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમમાં ધો.8 થી 12 વિદ્યાર્થીઓની વર્ષાગીત અને ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. દરેક સ્પર્ધકોએ વર્ષાગીતો અને દુહાઓની રમઝટ બોલાવી માહોલ વરસાદી બનાવી દીધો હતો. આ સ્પર્ધામાં આચાર્યા ભારતી મિશ્રા, કો-ઓર્ડિનેટર ભરત…

હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં વિશ્વ યોગદિવસ નિમિત્તે યોગશિબિર

હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરુપેયોગ શિબિર થઈ. હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં બી માય ફાઉન્ડેશન દ્વારા આજરોજ વૃદ્ધાશ્રમના હૉલમાં વડીલો માટે યોગનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં વડીલોની ઉંમરને ધ્યાનમાં રાખી ખુરશીઓમાં બેઠા-બેઠા યોગ કરવામાં આવ્યા હતાં.

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં નશામુક્ત ભારત વિષય આધારિત ચિત્રસ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણી સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નશામુક્ત ભારત પખવાડિયાની ઉજવણી દ્રારા જનજાગૃતિ ના ભાગરૂપે વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ નશા ની આડ અસર, બગડતી જિંદગી ઉપર વેધક કટાક્ષ કર્યો હતો, અને સૌને કોઈ પણ પ્રકારનો નશો ન કરવા નો સંદેશ આપ્યો હતો. સ્પર્ધા  માંથી 10 વિજેતા…

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓમાં આનંદ, ઉત્સાહ અને ઉમંગ અને એકતાનો ભાવ કેળવાય તે હેતુસર પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હીરામણિના પ્રાંગણમાં પતંગ ચગાવ્યા હતા. વિદ્યાર્થીઓ પવિત્ર બને, તંદુરસ્ત રહે અને ગગન જેવા વિશાળ બને તેમજ હૃદયમાં પ્રેમ, દયા, સદ્ભાવ જેવા ગુણો ખીલે. વિદ્યાર્થીઓએ પતંગ બનાવી ને તેને સુશોભન કરવાની સ્પર્ધામાં ભાગ લીધો…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન હેઠળ શૌર્યગીત સ્પર્ધાનું આયોજન

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન હેઠળ શૌર્યગીત સ્પર્ધાનું આયોજન

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં સાઈબર ક્રાઈમ સુરક્ષા અંગે જાગૃતિ પર સેમિનાર

હીરામણી ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિ.માં સાયબર સિક્યુરિટી એન્ડ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના વોલેન્ટીયર્સ જૈનમ શાહ, સન્ની મેસુરીયા, શ્રેયસ રાયબોલે દ્વારા સાયબર સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જેમાં મોબાઈલનો અને ઈન્ટરનેટના માધ્યમનો વિદ્યાર્થીઓ વિવેકપૂર્વક ઉપયોગ કરે અને સાયબર બુલય્ગ, મિડીયા ફ્રોડ, ઈમેઈલ સર્ફિંગથી સુરક્ષા મેળવે…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 40-50 વિદ્યાર્થીઓએ ભાગ લઈ દેશભક્તિની રચનાઓ પ્રસ્તુત કરી હતી.