WTT કન્ટેન્ડર સ્કોપજે 2025 ખાતે સિલ્વર જીતીને માનવ અને માનુષ શાહે ફાધર્સ ડે મનાવ્યો

Spread the love

ગુજરાતના ટેબલ ટેનિસ સ્ટાર માનવ ઠક્કર અને માનુષ શાહ માટે આ વર્ષનો ફઆધર્સ ડે યાદગાર બની રહ્યો હતો કેમ કે તેમણે પ્રતિષ્ઠિત WTT કન્ટેન્ડર સ્કોપજે 2025 ખાતે શનિવારે સિલ્વર મેડલ જીત્યો હતો. વિશ્વમાં 11મો ક્રમાંક ધરાવતી ભારતીય જોડીએ મેન્સ ડબલ્સ કેટેગરીમાં શાનદાર દેખાવ કર્યો હતો અને તેઓ રનર્સ અપ રહ્યા હતા. આ ટુર્નામેન્ટ નવમી થી 15મી જૂન દરમિયાન મેસેડોનિયાની રાજધાની સ્કોપજે ખાતે યોજાઈ હતી.
કોરિયાના જોંગુન લિમ અને જૂનસુંગ ઓહની જોડી સામેની ફાઇનલમાં ભારતીય જોડી પાછળ રહી ગઈ હતી અને રોમાંચક મેચમાં 9-11, 7-11, 9-11થી હારી ગઈ હતી પરંતુ આ પરાજય છતાં આ ટુર્નામેન્ટમાં તેમનું અભિયાન હિંમત, ઉત્સાહ અને અસામાન્ય તાલમેલ ધરાવતું રહ્યું હતું.
ટુર્નામેન્ટમાં અગાઉ માનવ અને માનુષે શાનદાર રમત દાખવી હતી. સેમિફાઇનલમાં આ જમોડી-ડાબોડી ગુજરાતી જોડીએ સ્લોવેનિયાના ડાર્કો જોરિક અને ડેની કોઝુલની જોડીને -11, 11-8, 11-4, 11-4થી હરાવી હતી. એક તરફ માનવે આક્રમક રમત દાખવી હતી તો માનુષે જોરદાર ડિફેન્સિવ રમતનું પ્રદર્શન કર્યું હતું.

ક્વાર્ટર ફાઇનલમાં રોમાનિયાના વાઇલ્ડ કાર્ડ પ્રવેશધારક એડુઅર્ડ લોનેસ્કુ અને દારિયસ મોવિલેનુ સામે તેમનો 11-4, 11-4, 11-9થી પ્રભાવશાળી વિજય થયો હતો.
સિંગલ્સમાં માનવ ઠક્કરે મજબૂત રમત દાખવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે ડેની કોઝુલને 11-9, 12-10, 11-4થી હરાવ્યો હતો અને ત્યાર બાદ વરલ્ડ ક્લાસ પ્લેયર સ્લોવેનિયાના ડાર્કો જોરિક સામે તેનો 11-13, 12-10, 11-7, 11-5થી પરાજય થયો હતો.
સિલ્વર મેડલ જીતવાની સાથે કેટલીક પ્રભાવશાળી જીત સાથે માનવ અને માનુષ ફરી એક વાર ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ સરકિટમાં પોતાના વધતા કદનું પ્રદર્શન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *