યુટીટી સિઝન-6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને એકતરફી અંદાજમાં 8-4થી હરાવી પ્રથમવાર ચેમ્પિયન

Spread the love

અમદાવાદ

ગોવાનો કેપ્ટન હરમીત દેસાઈ પુરુષ એમવીપી પ્લેયર ઓફ ધ સિઝન-6 રહ્યો; જ્યારે મહિલાઓમાં યુ મુમ્બાની બર્નાડેટ સઝોક્સએ એમવીપીનો એવોર્ડ જીત્યો

અમદાવાદ, જૂન 15, 2025: ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની છઠ્ઠી સિઝનની ગ્રાન્ડ ફિનાલેમાં રવિવારે યુ મુમ્બા એ એકતરફી અંદાજમાં 8-4થી જયપુર પેટ્રિઓટ્સને હરાવી પ્રથમવાર ટ્રોફી પર કબજો કરી ઈતિહાસ રચ્યો. યુ મુમ્બાની જીતમાં ટીમ પ્રદર્શનની ઝલક સ્પષ્ટ જોવા મળી.
લિલિયન બર્ડેટ અને બર્નાડેટ સઝોક્સ એ જીત સાથે યુ મુમ્બાને પ્રારંભિક લીડ અપાવી હતી. બર્ડેટ એ કનક ઝાને 2-1 (4-11, 11-5, 11-7)થી અને સઝોક્સે શ્રીજા અકુલાને 2-1 (11-9, 10-11, 11-5)થી હરાવી હતી. જે પછી આકાશ પાલ/સઝોક્સની જોડીએ જીત ચંદ્રા અને ઈયર્લેન્ડને 3-0 (11-6, 11-5, 11-5)થી હરાવી ટીમને જીતની નજીક પહોંચાડી હતી. જોકે, અભિનનંધ પીબી જીત ચંદ્રા સામે 1-2 (5-11, 8-11, 11-8)થી હારી ગયો પરંતુ તેણે મહત્ત્વપૂર્ણ અંતિમ ગેમ જીતી ટીમનો વિજય નિશ્ચિત કર્યો હતો. ફાઈનલમાં આકાશ પાલ ટાઈનો શ્રેષ્ઠ ભારતીય ખેલાડી ને સઝોક્સ શ્રેષ્ઠ વિદેશી ખેલાડી રહી હતી. જીત ચંદ્રાએ શૉટ ઓફ ધ ટાઈનો એવોર્ડ જીત્યો.
ગોવાનો કેપ્ટન હરમીત દેસાઈ પુરુષ એમવીપી પ્લેયર ઓફ ધ સિઝન-6 રહ્યો; જ્યારે મહિલાઓમાં યુ મુમ્બાની બર્નાડેટ સઝોક્સએ એમવીપીનો એવોર્ડ જીત્યો હતો. જ્યારે એડ્રિયાના ડિયાઝે ક્રિત્વિકા સિંહા રૉય સામેની મેચમાં શાનદાર પ્રદર્શનને આધારે શૉટ ઓફ ધ લીગનો એવોર્ડ જીત્યો. ફાઈનલમાં કો-પ્રમોટર્સ વિટા દાણી અને નીરવ બજાજ ઉપરાંત, ટીટીએફઆઈના જનરલ સેક્રેટરી કમલેશ મહેતા અને અર્જુન એવોર્ડી મોનાલિસા મહેતા, આઈટીટીએફના સીઈઓ સ્ટિવ ડેન્ટોન અને આઈટીટીએફના ફાઉન્ડેશન ડિરેક્ટર લેએન્ડ્રો ઓલવેચ હાજર રહ્યાં હતા. ઈન્ડિયન ઓઈલ તરફથી સિનિયર અધિકારીઓ સંજીબ બેહરા અને અશોક જૈન તથા અન્ય મહાનુભાવો ક્લોઝિંગ સેરેમનીમાં હાજર રહ્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *