નવી દિલ્હી
એપેક્સોન ઇગ્નાઈટના આહાન વોકેશનલ સેન્ટર – બી.એફ.એસ.આઇ.ને સાતમા આઇ.સી.સી. સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ્સમાં રોજગારલક્ષી વ્યવસાયિક કૌશલ્ય વિકાસ કેટેગરીમાં જ્યુરી ચોઇસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સની શતાબ્દી ઉજવણી દરમિયાન આપવામાં આવેલા આ એવોર્ડ, એપેક્સોન કંપની માટે ખુબ જ ગર્વની વાત છે તથા તેઓને વધુ ને વધુ સામાજિક કાર્યો કરવા માટે પ્રેરણાદાયી છે.
આઇ.સી.સી. સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ્સમાં સમગ્ર ભારતના 35 થી વધુ કોર્પોરેટ તથા મોટી સામાજિક સંસ્થાઓએ રજુ કરેલા 50થી વધુ પ્રોજેક્ટ નું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જે પૈકી બીજી વિજેતા સંસ્થાઓની સાથે એપેક્સોન ઇગ્નાઈટના આહાન બી.એફ.એસ.આઇ. સેન્ટરને તેમના નવીન અભિગમ માટે પસંદ કરવામાં આવ્યા.

બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્શ્યોરન્સના અભ્યાસક્રમ પ્રમાણેની તાલીમ સાથે યુવા વિદ્યાર્થીઓને આ કોર્સ દ્વારા GIFT સીટી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્સ્ટીટ્યૂટ તથા અગ્રણી બેંકમાં મુલાકાત લઇને પ્રેક્ટિકલ અનુભવ આપવામાં આવે છે. તેની જ સાથે આ ફિલ્ડ ના એક્સપર્ટ સેશન, એપેક્સોન એક્સીક્યુટીવ લીડરશીપ ટીમ સાથે મુલાકાત, તથા એપેક્સોનના કર્મચારીઓ દ્વારા શરુ કરાયેલ વિવિધ પ્રકલ્પો જેમ કે બુક રીડિંગ ક્લબ, બજેટ પર ચર્ચા વગેરે શામેલ છે. જે વિષયલક્ષી જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસ પર ધ્યાન આપે છે.
ઓક્ટોબર 2023માં શરુ કરાયેલ આહાન બી.એફ.એસ.આઇ. સેન્ટરમાં આજ સુધી 360 તાલીમાર્થીઓ તાલીમ લઇ ચુક્યા છે, જે પૈકી 77% તાલીમાર્થીઓને અગ્રણી બેંકોમાં સારા સ્થાને નોકરી મળેલ છે જેમાં HDFC, SBI કાર્ડ, બેન્ક ઓફ બરોડા જેવી ટોચ ની બેંકો પણ સામેલ છે.
આઇ.સી.સી. સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ મેળવ્યા બાદ એપેક્સોનના ગ્રુપ સીએફઓ અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર વિનુ વેંકટેશએ જણાવ્યું હતું કે, “આ એવોર્ડ યુવાનોના જીવનમાં પરિવર્તન લાવવા યોગ્ય કૌશલ્યો અને વાસ્તવિક-વિશ્વના સંપર્કથી સજ્જ કરવાના અમારા મિશનની એક શક્તિશાળી માન્યતા છે.” “અમે અમારી ઇગ્નાઈટ ટીમ, વૉલન્ટીર ગ્રુપ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ, તથા આહાન બી.એફ.એસ.આઇ. પ્રોજેક્ટની અમલીકરણ સંસ્થા ‘ભારતકેર્સ’ના અવિશ્વસનીય સમર્પણ અને એપેક્સોનની નેતૃત્વ ટીમના અવિરત સમર્થન માટે આભારી છીએ.”