મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમાપન સમારોહમાં તેમજ ગુજરાતના પોલીસ મહાનિદેશક વિકાસ સહાય ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે

ગાંધીનગર
ગાંધીનગર ખાતે કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળ દ્વારા આગામી તા. 24 થી 28 માર્ચ-2025 દરમિયાન “72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫”નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમાપન સમારોહ તા. 28મી માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજાશે.
૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપનો ઉદ્ઘાટન સમારોહ ગુજરાતના પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની ઉપસ્થિતિમાં આગામી તા. ૨૪મી માર્ચના રોજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે. આ ચાર દિવસીય દરમિયાન પ્રતિસ્પર્ધીઓ વચ્ચે વિવિધ એક્વેટીક્સ અને ક્રોસ કન્ટ્રી સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત તા. ૨૬મી માર્ચના રોજ ચિલોડા રોડ, ગાંધીનગર ખાતે સ્થિત CRPF ગ્રુપ સેન્ટર ખાતે સંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.