આજથી મર્જર અમલમાં, બેન્કની વેલ્યૂ 172 બિલિયન ડૉલરની આજુબાજુ રહેશે, જેપીમોર્ગન ચેઝ એન્ડ કંપની, ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ અને બેંક ઓફ અમેરિકા કોર્પ પછી ચોથા ક્રમે
નવી દિલ્હી
ભારતમાં સૌથી મોટી બેંકોમાં સામેલ એચડીએફસીબેન્ક લિમિટેડ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્શ કોર્પ (એચડીએફસી) સાથે મર્જર કરવા જઈ રહી છે. આ વિલયની સાથે જ તે વિશ્વની મોસ્ટ વેલ્યુએબલ બેન્કોમાં સામેલ થઈ જશે. આવું પહેલીવાર બનશે. આ વિલયની સાથે જ અમેરિકા તથા ચીનની બેન્કો સામે એક નવો હરીફ બજારમાં આવશે જે ટોચના સ્થાનની નજીક પહોંચી હશે. 1 જુલાઈથી એચડીએફસીબેન્ક અને એચડીએફસીવચ્ચે મર્જર અમલમાં આવશે.
એચડીએફસીબેંક લિમિટેડ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પના મર્જરની સાથે જ વિશ્વની ચોથા ક્રમની માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી બેંક અસ્તિત્વમાં આવશે. જે જેપીમોર્ગન ચેઝ એન્ડ કંપની, ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ અને બેંક ઓફ અમેરિકા કોર્પ પછી ચોથા ક્રમે હશે. આ બેન્કની વેલ્યૂ 172 બિલિયન ડૉલરની આજુબાજુ રહેશે.
આ બંને જાયન્ટસ વચ્ચે 1 જુલાઈથી મર્જર અમલી બનશે અને તેની સાથે 120 મિલિયન કસ્ટમર ધરાવતી નવી એચડીએફસીબેન્ક અસ્તિત્વમાં આવશે. આ કસ્ટમરની સંખ્યા જર્મનીની વસતી કરતાં પણ વધુ હશે. તેની સાથે બેંકની શાખાઓની સંખ્યા 8300ને વટાવી જશે અને તેના કર્મચારીઓની સંખ્યા પણ 177000ને સ્પર્શી જશે.
આ મર્જરની સાથે જ ભારતની સૌથી મોટી બેંકોમાં સામેલ એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈબેન્ક પણ માર્કેટ કેપિટલ મામલે એચડીએફસીથી પાછળ થઈ જશે. હાલમાં એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈની માર્કેટ કેપ અનુક્રમે 62 બિલિયન અને 79 બિલિયન ડૉલરની આજુબાજુ છે.
વિશ્વની સૌથી મોટી બેન્કોની યાદી પર એક નજર …
બેંકનું નામ માર્કેટ કેપ
જેપી મોર્ગન ચેઝ 416.5
આઈસીબીસી 228.3
બેંક ઓફ અમેરિકા 227.7
મર્જર બાદ એચડીએફસી 171.8
એગ્રીકલ્ચરલ બેન્ક ઓફ ચાઇના 168.9
ચાઈના કન્સ્ટ્રક્શન બેન્ક 162.8
એચએસબીસી 156.6
વેલ્સ ફારગો 156.2
બેંક ઓફ ચાઇના 147.3
મોર્ગન સ્ટેનલી 144.2
(નોંધ | માર્કેટ વેલ્યૂના આંકડા બિલિયન ડૉલરમાં)