‘ગીદ્ધ’ સમાજને અરીસો બતાવે છે અને નિષ્પક્ષ રૂપથી ઘણી કઠોર વાસ્તવિકતાઓ વિશે વાત કરે છે જેના પર મોટાભાગના લોકો આંખ આડા કાન કરી લેતા હોય છે
મુંબઈ
બોલીવુડના દમદાર અને નેચુરલ એક્ટર સંજય મિશ્રા પોતાની એક્ટિંગથી દર્શકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતા નથી. હાલમાં સંજય મિશ્રા તેની શોર્ટ હિન્દી ફિલ્મ ‘ગીદ્ધ’ (ધ સ્કેવેન્જર) માટે ચર્ચામાં છે. તેમની આ ફિલ્મે ‘શોર્ટ શોર્ટ્સ ફેસ્ટિવલ’ અને ‘એશિયા 2023’માં માત્ર એશિયા ઈન્ટરનેશનલ કોમ્પિટિશન જ નથી જીતી, પરંતુ હવે તે ઓસ્કાર માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે. આ ફેસ્ટિવલમાં સંજય મિશ્રાને બેસ્ટ એક્ટરનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.
સંજય મિશ્રાની શોર્ટ હિન્દી ફિલ્મ ‘ગીદ્ધ’ સમાજને અરીસો બતાવે છે અને નિષ્પક્ષ રૂપથી ઘણી કઠોર વાસ્તવિકતાઓ વિશે વાત કરે છે જેના પર મોટાભાગના લોકો આંખ આડા કાન કરી લેતા હોય છે. વૈશ્વિક સ્તરે પ્રેક્ષકો સાથે તાલ મિલાવતા, ‘ગીદ્ધ’ને પહેલા યુએસએ ફિલ્મ ફેસ્ટિવલ 2023ની જ્યુરી દ્વારા ફાઇનલિસ્ટ તરીકે પણ પસંદ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ શોર્ટ ફિલ્મ ‘લાશોર્ટ્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023’ અને ‘ કારમર્થન બે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023 સહિત ઘણા પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ઓફિશિયલ સિલેકશનમાની એક હતી.
ફિલ્મ ગીદ્ધ વિશે વાત કરતાં સંજય મિશ્રાએ કહ્યું, “અમારી ફિલ્મને મળેલા જબરજસ્ત વૈશ્વિક આવકાર માટે હું અત્યંત નમ્ર અને આભારી છું. તે એક યાદગાર સફર રહી છે, અને આવા અકલ્પનીય ક્રૂ સાથે સહયોગ કરવાનો ખૂબ જ સારો અનુભવ રહ્યો છે. સંજયે વધુમાં ઉમેરતા કહ્યું, “અમે પડકારોનો સામનો કર્યો, દરેક સીનમાં અમારું હૃદય ઠાલવ્યું અને જાદુને અમારી આંખો સમક્ષ પ્રગટ થતો જોયો. જ્યારે હું આ પ્રોજેક્ટમાં મૂકેલી અગણિત કલાકોની મહેનત અને અતૂટ સમર્પણને પાછળ જોઉં છું ત્યારે અમારી સખત મહેનતને જે આદર મળ્યો છે તેનાથી હું ખુબ જ ખુશ છું.
‘ગીદ્ધ’નું નિર્માણએલનાર ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને અમદાવાદ ફિલ્મ્સે આને કો-પ્રોડ્યુસ કર્યું છે. ‘ગીદ્ધ’નું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક મનીષ સૈની દ્વારા કરવામાં આવ્યું છે જેઓ ‘ધાહ’ અને ‘ગાંધી એન્ડ કંપની’ જેવી ગુજરાતી સિનેમા ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતા છે.