કોંગ્રેસના વેણુગોપાલે પટનાની વિપક્ષની સર્વપક્ષીય બેઠકની સફળતા બાદ બીજી બેઠકના આયોજનની જાહેરત કરી, દેશની સામે મજબૂત વિઝન રજૂ કરવાનો દાવો
નવી દિલ્હી
23 જૂને પટણામાં વિપક્ષની મોટી બેઠક થઇ હતી. હવે કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકમાં વિપક્ષની બીજી મોટી બેઠક યોજવા જઈ રહી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું છે કે, આગામી બેઠક બેંગલુરુમાં 17-18 જુલાઈએ યોજાશે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. વેણુગોપાલે ટ્વીટ કર્યું, પટનામાં વિપક્ષની સર્વપક્ષીય બેઠકની અપાર સફળતા બાદ હવે આગામી બેઠક બેંગલુરુમાં 17 અને 18 જુલાઈએ યોજાવા જઈ રહી છે. અમે દેશની સામે મજબૂત વિઝન રજૂ કરીશું.
ઉલ્લ્લેખનીય છે કે અગાઉ આ બેઠક માટે 13-14 જુલાઈની તરીકે નક્કી કરવામાં આવી હતી. પરંતુ આજે સવારે જ 13-14 જુલાઈની બેઠક મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ બેઠક મુલતવી રાખવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે, હાલ માટે આ બેઠક રદ કરવામાં આવી છે.