લોકસભામાં એનડીએને ધૂળ ચટાડવા વિપક્ષોનું ચક દે ઈન્ડિયા

Spread the love

ઈન્ડિયાનું પૂર્ણ નામ ‘ભારતીય રાષ્ટ્રીય લોકશાહી સર્વસમાવેશી જોડાણ’ છે, વિપક્ષી મોરચામાં 26 પક્ષો જોડાયા, 2024ની ચૂંટણીમાં એનડીએને ટક્કર આપવા ખાસ યોજના

નવી દિલ્હી

વર્ષ 2024માં આવનારી લોકસભા ચૂંટણીના જંગમાં એનડીએનો સામનો કરવા ઘણી નાની-મોટી પાર્ટીઓ સાથે આવી છે. કોંગ્રેસ સહિતના 26 વિરોધ પક્ષોએ ભાજપને સત્તા પરથી હટાવવા માટે નવો મોર્ચો બનાવ્યો છે અને તેનું નામ ‘ઈન્ડિયા’ રાખવામાં આવ્યું છે. જેની પાછળ પણ ઘણા કારણો હોવાનું કહેવાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર વિરોધ પક્ષોના સંગઠનના નવા નામની ઘણી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની યજમાનીમાં વિપક્ષોનો નવો મોર્ચો બની ગયો છે. આજે બેંગલુરુમાં 26 વિરોધ પક્ષોની બેઠક દરમિયાન ગઠબંધનના નામ પર મહોર લાગી ગઈ. અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું કે, વિરોધ પક્ષોના ગઠબંધનનું નામ યુપીએજ રાખવામાં આવી શકે છે. જોકે, બપોરે 3 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ ગયું કે, એનડીએની સામે આગામી ચૂંટણીમાં ‘ઈન્ડિયા’ લડશે. જી હા, આઈથી ઈન્ડિયા, એનથી નેશનલ, ડીથી ડેમોક્રેટિક, આઈથી ઈનક્લુસિવ અને એથી અલાયન્સ. ઈન્ડિયા નામ રાખવા પાછળ ઘણા કારણ હોઈ શકે છે. વિરોધ પક્ષના નેતાઓના ધડાધડ આવી રહેલા ‘ચક દે ઈન્ડિયા’વાળા ટ્વિટથી સ્પષ્ટ થઈ ગયું છે કે, વિપક્ષે કયો દાવ ખેલ્યો છે. હવે ચૂંટણીમાં વારંવાર ઈન્ડિયા નામ સાંભળવા મળશે, જે રાષ્ટ્રવાદની ભાવનાથી ઓત-પ્રોત હશે. હકીકતમાં, ભાજપની આગેવાનીવાળું એનડીએ રાષ્ટ્રવાદની ઘણી વાતો કરે છે. માનવામાં આવી રહ્યું છે કે, એક નવી મૂવમેન્ટ ઊભી કરવા અને મોદી-શાહની જોડી સામે માહોલ ઉભો કરવા માટે ઘણું સમજી-વિચારીને આ નામ પસંદ કરાયું છે. સૂત્રોએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ વિપક્ષી મોર્ચાનું નામ ‘ઈન્ડિયા’ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો, જેનો બધા પક્ષોએ સ્વીકાર કરી લીધો.

હવે, ઔપચારિક જાહેરાત થવાની બાકી છે. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ ટ્વીટ કરી કહ્યું કે, ‘તો આ વખતે 2024માં હશે, ટીમ ઈન્ડિયાવિ.ટીમ એનડીએચક દે ઈન્ડિયા!’ નામ બદલવા પાછળ એક વિચાર એવો પણ હોઈ શકે છે કે, યુપીએ મોર્ચાથી ઘણા બધા સંકેત 2004 અને 2009 જેવા મળ્યા હોત. વિપક્ષો ઈચ્છે છે કે, એનડીએ સામે નવું અભિયાન શરૂ થાય. બની શકે છે કે, કોંગ્રેસ પર મોર્ચાનું નામ બદલવાનું દબાણ પણ રહ્યું હોય. યુપીએની આગેવાન કોંગ્રેસ હતી અને આ વખત કદાચ બધા વિરોધ પક્ષ હવે કોઈને આગેવાન માનવાના મૂડમાં ન હોય.

બીજી તરફ, રાષ્ટ્રીય જનતા દળએ ટ્વીટ કરી ભાજપ પર કટાક્ષ કર્યો. ટ્વિટમાં કહેવાયું કે, ‘વિરોધ પક્ષોનું ગઠબંધન ભારતનું પ્રતિબિંબ છે. હવે ભાજપને ઈન્ડિયાકહેવામાં પણ તકલીફ પડશે.’ જોકે, થોડી વાર પછી જ પાર્ટીએ આ ટ્વિટ ડિલીટ કરી દીધી. સોશિયલ મીડિયા પર ઈન્ડિયાગઠબંધનની ચર્ચા થવા લાગી છે. ભારતમાં ઈન્ડિયાવિ.એનડીએટ્રેન્ડ થવા લાગ્યું છે.

બેંગલુરુમાં વિપક્ષી દળોની ચાલી રહેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તેમના જૂથનું નામ ઈન્ડિયારહેશે. કોંગ્રેસના નેતૃત્વમાં આ વિપક્ષી જૂથ અગાઉ યુપીએ તરીકે ઓળખાતું હતું. હવે આ તમામ વિપક્ષી પાર્ટીઓ ઈન્ડિયાગઠબંધનનો ભાગ બનશે. આ ઈન્ડિયાનું પૂર્ણ નામ ‘ભારતીય રાષ્ટ્રીય લોકશાહી સર્વસમાવેશી જોડાણ’ છે.

બેંગલુરુમાં એકત્ર થયેલા તમામ વિરોધ પક્ષોની યાદીઃ  કોંગ્રેસ, ટીએમસી, જેડીયુ, આરજેડી, એનસીપી, સીપીએમ, સૂપીઆઈ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, જેએમએમ, આમ આદમી પાર્ટી, શિવસેના (ઉદ્ધવ જૂથ), નેશનલ કોન્ફરન્સ, પીડીપી, આરએલડી, આઈયુએમએલ, કેરળ કોંગ્રેસ (એમ), એમડીએમકે, વીસીકે, આરએસપી, કેરળ કોંગ્રેસ (જોસેફ), કેએમડીકે, અપના દલ(કામેરાવાડી), એમએમકે, સીપીઆઈએમએલ.

બેંગલુરુમાં ચાલી રહેલી આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, મને ખુશી છે કે 26 પાર્ટીઓ એકજૂથ થઈને કામ કરવા માટે હાજર છે. અત્યારે આપણા બધાની સાથે મળીને 11 રાજ્યોમાં સરકાર છે. એકલા ભાજપને 303 બેઠકો મળી નથી. તેઓએ તેના સાથીઓના મતોનો ઉપયોગ કર્યો અને સત્તામાં આવી અને પછી તેમને હાંકી કાઢ્યા.

Total Visiters :153 Total: 1496674

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *