અંડર-14 મલ્ટિડે સ્કૂલ ટૂર્નામેન્ટમાં વિજયનગર એજ્યુકેશન સોસાયટીનો વિજય

Spread the love

અમદાવાદ

વંશ શાહના શાનદાર 218 બોલમાં 214 રનનીન મદદથી વિજયનગર એજ્યુકેશન સોસાયટીએ સીબીસીએ દ્વારા યોજાયેલી સ્કૂલ ટૂર્નામેન્ટ અંડર-14 મલ્ટિડેમાં રાજસ્થાન હિંદી હાઈસ્કૂલ સામે પ્રથમ ઈનિંગ્સની સરસાઈથી વિજય મેળવ્યો હતો. ક્રિક હબ ગ્રાઉન્ડ હેબતપુર ખાતે રમાયેલી મેચમાં રાજસ્થાન સ્કૂલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કરતા વિજય નગર સ્કૂલે 75 ઓવરમાં ચાર વિકેટના ભોગે 368 રન બનાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાન સ્કૂલ 50.1 ઓવરમાં નવ વિકેટના ભોગે 52 રન બનાવ્યા હતા. વિજય નગરે તેની બીજી ઈનિંગ્સમાં 40 ઓવરમાં બે વિકેટે 245 રન બનાવ્યા હતા.

વિજયનગરઃ પ્રથમ ઈનિંગ્સઃ 75 ઓવરમાં ચાર વિકેટે 368 (વંશ શાહ 214, સ્વેત પટેલ 76, દ્વીજ નિમાવત 107 રનમાં બે વિકેટ)

રાજસ્થાનઃ પ્રથમ ઈનિંગ્સઃ 50.1 ઓવરમાં નવ વિકેટે 52 રન ( રવિ તમાલિયા નવ રનમાં પાંચ વિકેટે)

વિજયનગરઃ બીજી ઈનિંગ્સઃ 40 ઓવરમાં બે વિકેટે 245 રન (કર્ણ દ્વીવેદી 103, રવિ તમાલિયા 67 રન).

Total Visiters :886 Total: 1497395

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *