નીતિશ માટે બેંગલુરૂમાં અનસ્ટેબલ પ્રાઇમ મીનિસ્ટર ઉમેદવારના પોસ્ટર્સ લાગ્યા

Spread the love

પોસ્ટર્સમાં બિહારમાં તાજેતરમાં પડેલા બ્રિજની તસવીર પણ લગાવવામાં આવી

બેંગલુરૂ

વિપક્ષી દળોની બીજી સંયુક્ત બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકમાં કુલ 26 પક્ષ સામેલ થઇ રહ્યા છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, નીતિશ કુમાર, લાલુ યાદવ, તેજસ્વી યાદવ, એમકે સ્ટાલિન, મહેબૂબા મુફ્તી અને અખિલેશ યાદવ સહિતના કેટલાક નેતા બેંગલુરૂ પહોચી ગયા છે. આ વચ્ચે નીતિશ કુમાર વિરૂદ્ધ બેંગલુરૂમાં ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

કર્ણાટકના પાટનગર બેંગલુરૂના ચાલુક્ય સર્કલ પર પોલીસ કર્મીઓએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિરૂદ્ધ લાગેલા બેનરને હટાવ્યા છે. સંયુક્ત વિપક્ષની બેઠકના બીજા દિવસ પહેલા કેટલીક જગ્યાએ નીતિશ કુમાર પર નિશાન સાધનારા પોસ્ટર અને બેનર લગાવવામાં આવ્યા હતા. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ટાર્ગેટ કરવા માટે બેંગલુરૂમાં કેટલીક જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સમાં નીતિશ કુમારને ‘અનસ્ટેબલ પ્રાઇમ મીનિસ્ટર ઉમેદવાર’ બતાવવામાં આવ્યા છે. આટલું જ નહી આ પોસ્ટર્સમાં બિહારમાં તાજેતરમાં પડેલા બ્રિજની તસવીર પણ લગાવવામાં આવી છે.

આ બેઠકમાં સોનિયા ગાંધી અને નીતિશ કુમાર બંનેની હાજરી મહત્વની છે. વાસ્તવમાં વાત એ છે કે, તમામ પક્ષોને રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ નથી. આવી સ્થિતિમાં સોનિયા ગાંધીને પ્રમોટ કરવાનો એક મુદ્દો બની શકે છે. બીજી તરફ નીતીશ કુમાર તેમની સાથે કામ કરશે તો પ્રાદેશિક પક્ષો સાથે તાલમેલ સાધવામાં સરળતા રહેશે. આજે દિલ્હીમાં માત્ર વિપક્ષી પાર્ટીઓની બેઠક જ નહીં પરંતુ એનડીએની એક મોટી બેઠક પણ યોજાવા જઈ રહી છે જેમાં 38 પાર્ટીઓ ભાગ લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *