ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના એક મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે આજે મીરે એસેટ સિલ્વર ઇટીએફ (ચાંદીના સ્થાનિક ભાવને અનુસરતી/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ) લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
ન્યૂ ફંડ ઑફર (NFO) 29 મે, 2023ના રોજ ખૂલે છે અને 06 જૂન, 2023ના રોજ બંધ થશે. 12 જૂન, 2023ના રોજ સતત વેચાણ અને પુનઃખરીદી માટે સ્કીમ ફરીથી ખૂલશે. સ્ટોક એક્સચેન્જો એટલે કે બીએસઈ અને એનએસઈ પર ઈટીએફ યુનિટનું ફાળવણીની તારીખથી પાંચ દિવસની અંદર લિસ્ટિંગ કરવામાં આવશે. મીરે એસેટ સિલ્વર ઇટીએફનું સંચાલન શ્રી રિતેશ પટેલ કરશે. એનએફઓ દરમિયાન, રોકાણકાર ઓછામાં ઓછા રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરી શકશે.
ચોક્કસ એસેટ અથવા એસેટ ક્લાસમાં પ્રતિકૂળ હિલચાલનો સામનો કરવા માટે, રોકાણકારો કોમોડિટીઝ જેવા વૈકલ્પિક રોકાણોનો સમાવેશ કરીને તેમના પોર્ટફોલિયોમાં અસરકારક વૈવિધ્યતા હાંસલ કરી શકે છે. ભારતમાં, કોમોડિટી અથવા ડેરિવેટિવ્ઝનો વેપાર કરવાની જરૂર વગર કોમોડિટી સેગમેન્ટમાં એક્સપોઝર મેળવવા માટે સોના અને ચાંદીના ઈટીએફમાં રોકાણ એ બે સૌથી અગ્રણી રોકાણ વ્યૂહરચના છે. આ ઈટીએફ રોકાણકારોને ફિઝિકલ સોના અને ચાંદીમાં રોકાણ કરવાને બદલે ડિજિટલ ફોર્મેટમાં કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે. કેટલેક અંશ સુધી, સોના અને ચાંદી બંને સંભવિત આર્થિક અથવા બજારની મંદીમાં તેમજ વધતા ફુગાવાના સતત સમયગાળા દરમિયાન બચાવ પૂરો પાડી શકે છે.
કોમોડિટી-આધારિત ઈટીએફના એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) માં છેલ્લા 3 વર્ષમાં વધારો જોવા મળ્યો છે* જેમાં એયુએમ રૂ. 10,081 કરોડથી રૂ. 24,718 કરોડ સુધી 35%ના સીએજીઆર દરે વધી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા ઈટીએફ આધારિત ચાંદીને મંજૂરી આપવા સાથે, વર્ષ 2022 માં મ્યુચ્યુઅલ ફંડ હાઉસ દ્વારા સિલ્વર-આધારિત 8 ઈટીએફ લોન્ચ કરવામાં આવ્યા હતા જે હવે રૂ. 1,785 કરોડની એસેટ્સનું સંચાલન કરી રહ્યા છે.
સ્ત્રોત: 30મી એપ્રિલ, 2023ના રોજ એએમએફઆઈ ડેટા અને એસ એમએફના આધારે.
*છેલ્લા 3 વર્ષ: એપ્રિલ 2020 થી એપ્રિલ 2023નો સમયગાળો
સિલ્વર ઇટીએફમાં શા માટે રોકાણ કરવું:
- ચાંદી ફુગાવા અને ડોલરની વધતી જતી હિલચાલ સામે હેજ તરીકે કામ કરે છે. આ ઉપરાંત સોનાથી વિપરિત ચાંદીનો ઈન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સમાં નોંધપાત્ર ઉપયોગ થાય છે.
- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે વૃદ્ધિ, 5G ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અને ગ્રીન ઈકોનોમી, ખાસ કરીને સોલાર ફોટોવોલ્ટેઈક (PV) પેનલ્સમાં ચાંદીનો વધતો ઉપયોગ સહિતના અનેક ટ્રેન્ડ્સ ચાંદીની માંગમાં વધારો કરે છે.
- છેલ્લા 5 વર્ષોમાં, ચાંદીએ 13.1%નું વળતર આપ્યું છે જેની સામે નિફ્ટી 50 ઈન્ડેક્સનું વળતર 12.3% અને સોના દ્વારા 13.0%નું વળતર મળ્યું છે (30મી એપ્રિલ, 2023ની સ્થિતિએ)
- ઈટીએફ એ ચાંદીમાં એક્સપોઝર લેવા માટે પ્રમાણમાં ઓછી કિંમતનો અને સરળ વિકલ્પ છે કારણ કે તે શેરોની જેમ જ સ્ટોક એક્સચેન્જો પર ખરીદી અને વેચાણની સગવડ પૂરી પાડે છે.
- છેલ્લા બે વર્ષથી એટલે કે 2021 અને 2022માં ચાંદીની માંગ, પુરવઠા કરતાં વધી ગઈ છે, જો કે, અન્ય મેક્રો-પરિબળોને કારણે કિંમતમાં નોંધપાત્ર વધારો થયો નથી. પરિબળોની અસર નબળી પડતાં પુરવઠાની ખાધ તરફ ધ્યાન પાછું આવશે.
મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડના હેડ-ઈટીએફ પ્રોડક્ટ સિદ્ધાર્થ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “ચાંદીને વ્યાપકપણે અર્થતંત્રની ઉથલપાથલના સમયમાં પ્રમાણમાં અને સોનાની જેમ જ ડોલર સામે સારી હેજ તરીકે ગણવામાં આવે છે. આ પરિબળો ઉપરાંત, ઈન્ડસ્ટ્રીયલ સેટિંગમાં તેના વધતા ઉપયોગથી ચાંદીના ભાવને ટેકો મળ્યો છે, જે હવે ચાંદીની વાર્ષિક માંગના આશરે અડધો હિસ્સો ધરાવે છે. આ પરિબળો લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી અથવા વિવિધ તકનીકી સૂચકાંકોના આધારે વ્યૂહાત્મક ફાળવણી માટે રોકાણકારના પોર્ટફોલિયોમાં સમાવવા માટે ચાંદીને ખૂબ જ આકર્ષક સંપત્તિ બનાવે છે.”
મીરે એસેટ સિલ્વર ઈટીએફ ને લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) સિલ્વર ડેઈલી સ્પોટ ફિક્સિંગ પ્રાઈઝના આધારે સ્થાનિક ચાંદીના ભાવના આધારે બેન્ચમાર્ક તરીકે ગણવામાં આવશે.