મૃતકની ઓળખ 27 વર્ષીય આયુષ ગુપ્તા તરીકે થઈ છે, તે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ હેઠળ બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો

બેંગલુરૂ
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) બેંગ્લુરુથી એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. અહીં એક 27 વર્ષીય વિદ્યાર્થીનું કાર્ડિયાક અરેસ્ટને લીધે મોત નીપજ્યું છે. આ મામલે ખુદ આઈઆઈએમ બેંગ્લુરુ દ્વારા ટ્વિટર પર માહિતી શેર કરવામાં આવી હતી.
એક્સ જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતી હતી તેના પર માહિતી શેર કરતાં આઈઆઈએમ બેંગ્લુરુએ જણાવ્યું કે મૃતકની ઓળખ 27 વર્ષીય આયુષ ગુપ્તા તરીકે થઈ છે. તે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ હેઠળ બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે મેનેજમેન્ટનો કોર્ષ કરી રહ્યો હતો. સમર વેકેશન દરમિયાન તે ફિયરિંગ કેપિટલમાં ઈન્ટર્ન તરીકે જોડાયો હતો.
એક્સ પર પોસ્ટ કરતાં સંસ્થાને લખ્યું કે અમે દિલથી ઊંડેથી આઘાત પામ્યા છે. તેમનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. તે પીજીપીના સ્ટુડન્ટ્સ એલ્યુમની કમિટીના કોઓર્ડિનેટર હતા. સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર તે અહીં એમબીએ કરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કાર્ડિયાક અરેસ્ટ કહો કે હૃદય હુમલાના મામલા અને તેનાથી મૃત્યુના કેસ સતત વધતા જઈ રહ્યા છે. જે ચિંતાજનક મામલો છે.