રેમી લ્યુસિડીનું 68માં માળેથી પડી જતાં મોત થયું

Spread the love

રેમી હોંગકોંગમાં આવેલી એક રહેણાંક ઈમારત પર ચઢ્યો હતો


વોશિંગ્ટન
ગગનચુંબી ઈમારતો પર ચઢી જઈને સેલ્ફી લેવા અને વીડિયોગ્રાફી કરવા માટે પ્રસિદ્ધ એવા રેમી લ્યુસિડીને લઈને એક આઘાતજનક અહેવાલ આવ્યા છે. ૩૦ વર્ષીય ફ્રેન્ચ ડેરડેવિલ અને સ્કાયક્રેપર જે તેમના દિલધડક કરતબ માટે જાણીતા હતા તેમનું 68 માળની બિલ્ડિંગ પરથી પડી જવાને લીધે મોત નીપજ્યું છે. આ ઘટના હોંગકોંગમાં બની હતી. તેઓ હોંગકોંગમાં આવેલી એક રહેણાંક ઈમારત પર ચઢ્યા હતા.
એક અહેવાલ અનુસાર મિ.લ્યુસિડી સાથે આ દુર્ઘટના બની ત્યારે તે ટ્રેગ્યુન્ટર ટાવર કોમ્પલેકક્ષ પર ચઢી રહ્યો હતો. આટલી ઊંચાઈએથી પડી જવાને લીધે તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયો હતો. એવું મનાય છે કે પેન્ટહાઉસના ટોપ ફ્લોર પર તે ફસાઈ ગયો હતો. તેણે બારી ખખડાવી હતી. આ સમયે જ પગનું બેલેન્સ ગુમાવતાં તે 68માં માળેથી નીચે પટકાયો હતો. અનેક મીડિયા અહેવાલોમાં આવો જ દાવો કરાયો છે.
હોંગકોંગના પોલીસ અધિકારીઓએ કહ્યું કે લ્યુસિડી સવારે 6 વાગ્યે આ બિલ્ડિંગની મુલાકાતે આવ્યો હતો. તેણે સિક્યોરિટી ગાર્ડને કહ્યું કે તે તેના 40મા માળે રહેતા મિત્રને મળવા આવ્યો છે. જોકે સિક્યોરિટીએ કન્ફર્મ કરવાનો પ્રયાસ કર્યો ત્યાં સુધીમાં તો તે લિફ્ટમાં બેસી ગયો હતો. તે 49મા માળ સુધી લિફ્ટમાં ગયો અને પછી તે પગથિયાં દ્વારા ઉપર પહોંચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *