ભારતીય ફૂટબોલર ચિંગલેન્સાનાનું ઘર નષ્ટ, પરિવારનો બાચાવ

Spread the love

આ દુ:ખદ ઘટના બની ત્યારે ચિંગલેન્સના હૈદરાબાદ એફસી ટીમ સાથે કેરળના કોઝિકોડમાં હતો


ઈમ્ફાલ
મણિપુર લગભગ 3 મહિનાથી વંશીય હિંસાની આગમાં સળગી રહ્યું છે. કુકી અને મૈતેઈ બે સમુદાયો વચ્ચે મોટા પાયે હિંસક અથડામણ થઈ હતી. 3 મેના રોજ શરૂ થયેલી હિંસાએ મણિપુરના લોકોનું જીવન સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધું છે. આ હિંસાને કારણે હજારો લોકો વિસ્થાપિત થયા છે. ભારતીય ફૂટબોલર ચિંગલેન્સના સિંહ પણ આ હિંસાથી ખરાબ રીતે પ્રભાવિત થયા હતા. હિંસાએ ચિંગલેન્સાનાનું ઘર નષ્ટ કર્યું અને તેનું ગામ તબાહ કરી નાખ્યું. કોઈક રીતે તેનો પરિવાર પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.
કોઈક રીતે ચિંગલેન્સાનાનો પરિવાર પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. જ્યારે આ દુ:ખદ ઘટના બની ત્યારે ચિંગલેન્સના હૈદરાબાદ એફસી ટીમ સાથે કેરળના કોઝિકોડમાં હતા. ચિંગલેન્સના સિંહ ચુરાચંદપુર જિલ્લાના ખુમુઝામા લેકીનો રહેવાસી છે. હિંસામાં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે હજારો ઘાયલ થયા હતા. હિંસામાં મોટા પાયે હંગામો, તોડફોડ અને આગચંપી થઈ હતી, જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.
હવે ચિંગલેન્સના સિંહે મણિપુરમાં થયેલી હિંસા અંગે પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. ચિંગલેન્સનાએ કહ્યું, ‘મેં સમાચાર સાંભળ્યા કે અમારું ઘર બળી ગયું હતું અને ત્યાર બાદ મેં ચુરાચંદપુરમાં જે ફૂટબોલ ટર્ફ બનાવેલું તે પણ બળી ગયું હતું. તે ઘટના વિશે સંભાળી મારું દિલ તૂટી ગયું હતું. યુવા ખેલાડીઓને પ્લેટફોર્મ આપવાનું મારું મોટું સપનું હતું પરંતુ તે છીનવાઈ ગયું. સદભાગ્યે મારો પરિવાર હિંસામાંથી બચી ગયો અને તેને રાહત કેન્દ્રમાં રાખવામાં આવ્યો.
હિંસાના સમાચાર સામે આવ્યા બાદ ચિંગલેન્સના સિંહ ખૂબ જ ચિંતિત હતા. ચિંગલેન્સનાએ તરત જ તેના પરિવારને ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ચિંગલેન્સાનાને ટૂંક સમયમાં જ ખબર પડી કે 3 મેના રોજ રાજ્યમાં ફાટી નીકળેલી હિંસામાં તેણે પોતાનું ઘર ગુમાવ્યું હતું. થોડા સમય સુધી પ્રયત્ન કર્યા પછી ચિંગલેન્સના આખરે તેની માતાનો સંપર્ક કરવામાં સફળ રહ્યો. તેની માતા રડી રહી હતી અને પાછળથી ગોળીબારનો અવાજ પણ આવી રહ્યો હતો. આવી સ્થિતિમાં તેણે તરત જ પરિવારને મળવા મણિપુર જવાનું નક્કી કર્યું.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *