આર્થા ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડે ડિસ્ટ્રેસ્ડ ડેટ ફંડમાં રોકાણોથી છગણું વળતર મેળવ્યું

Spread the love

મુંબઈ/ગિફ્ટ સિટી, ગાંધીનગર

મોરિશિયસથી તેની ડોમિસાઇલ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ખસેડવા જઈ રહેલા તથા ડિસ્ટ્રેસ્ડ એસેટ્સ અને સ્પેશિયલ સિચ્યુએશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરતા પહેલા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર (એફપીઆઈ) એવા આર્થા ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડે ભારતમાં નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ)ની સિક્યોરિટીઝ રિસિપ્ટ્સમાં રોકાણ વેચી દઈને તેના મૂળ 112 મિલિયન ડોલરના રોકાણ પર છ ગણાથી વધુ વળતર મેળવ્યું છે.

આર્થા ભારત ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ આઈએફએસસી એલએલપીના મેનેજિંગ પાર્ટનર સચિન સાવરિકરે જણાવ્યું હતું કે અમારા રોકાણકારો માટે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન (આઈઆરઆર) વધારવ માટે લીધેલી લોન ચૂકતે કર્યા પછી અમે 600 મિલિયન ડોલર્સ મેળવ્યા છે અને લોન્ચ કર્યાના બે જ વર્ષમાં આર્થા ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં અમારા રોકાણકારો માટે છ ગણાથી વધુ વળતર નોંધાવ્યું છે.

આર્થા ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ એ 132.5 મિલિયન ડોલર (રૂ. 1,100 કરોડ)નું ક્લોઝ એન્ડેડ ફંડ છે જે 7 વર્ષની મુદત ધરાવે છે અને આઈએફએસસીએ નિયમનો મુજબ કેટેગરી 3 અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઈએફ) તરીકે ક્લાસિફાઇડ છે. તે ઊંચું મૂલ્ય ધરાવતા પ્રાઇવેટ માર્કેટ સોદા દ્વારા ઓપરેશનલ એસેટ્સ દ્વારા સમર્થિત નોન-પર્ફોર્મિંગ લોન (એનપીએલ)નું સંપાદન કરવામાં નિપુણતા ધરાવે છે. અમે હાલ પ્રાપ્ત કરેલી મૂડીને ફરીથી રોકવા અને ફંડના બાકીના સમયગાળામાં અમારા રોકાણકારો માટે વળતર  વધારવા માટે ત્રણ નવી ડિસ્ટ્રેસ્ડ ઇન્વેસ્ટમેન્ટ તકોનું હાલ મૂલ્યાંકન કરી રહ્યા છીએ, એમ સાવરિકરે જણાવ્યું હતું.

પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલમાં સામાન્ય રીતે જોવા મળતા આટલા નોંધપાત્ર વળતર સાથેની આવી અભૂતપૂર્વ એક્ઝિટ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળ ભારતના ડિસ્ટ્રેસ્ડ એસેટ રિસોલ્યુશન ફ્રેમવર્કની અસરકારકતા દર્શાવે છે. ધિરાણકર્તાઓના બાકી નાણાં ચૂકવવા માટે આઈબીસી પ્રોસેસ દ્વારા લેવાતા સમયની ટીકાઓ થઈ છે પરંતુ અમારી એક્ઝિટ દર્શાવે છે કે એસેટ્સની સ્માર્ટ રીતે કરેલી પસંદગીથી રોકાણકારો તેમના રોકાણ પર ખૂબ જ આકર્ષક આઈઆરઆર મેળવી શકે છે, એમ સાવરિકરે ઉમેર્યું હતું.

અનુભવી પ્રાઇવેટ ઇક્વિટી પ્રોફેશનલ અને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના ભૂતપૂર્વ ઇક્વિટી ફંડ મેનેજર સચિન સાવરિકર દ્વારા સ્થપાયેલી આર્થા ભારતે ગિફ્ટ સિટીને વિશ્વ કક્ષાના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ હબમાં ફેરવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સમર્થન આપતાં તેમનું મુખ્ય મથક ગિફ્ટ સિટીમાં ખસેડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *