કેટલાક પ્રદર્શનકારીઓએ ફ્રેન્ચ એમ્બેસી પાસે રશિયન અને નાઈજીરીયાના ધ્વજ લગાવ્યા, ફ્રાન્સ મુર્દાબાદ, પુતિન ઝિંદાબાદ અને રશિયા ઝિંદાબાદના નારા લગાવ્યા
પેરિસ
નાઇજરમાં હજારો લોકોએ લશ્કરી બળવાને ટેકો આપનારા ફ્રાન્સના પ્રભાવ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જેના કારણે ફ્રેન્ચ એમ્બેસીની સામે તંગ અને હિંસક દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બળવા સમર્થક પ્રદર્શનકારીઓએ અહીં ફ્રેન્ચ દૂતાવાસ પર હુમલો કર્યો અને પુતિન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
આ હિંસા અને તંગદીલી વચ્ચે કેટલાક પ્રદર્શનકારીઓએ ફ્રેન્ચ એમ્બેસી પાસે રશિયન અને નાઈજીરીયાના ધ્વજ લગાવ્યા હતા. આ સિવાય પ્રદર્શનકારીઓએ ફ્રાન્સ મુર્દાબાદ, પુતિન ઝિંદાબાદ અને રશિયા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. પ્રદર્શન કરી રહેલા કેટલાક લોકોને વિખેરવાના પ્રયાસમાં નાઇજરમાં પોલીસ અધિકારીઓએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ ઉપરાંત કેટલાક લોકોએ ફ્રેન્ચ એમ્બેસી કમ્પાઉન્ડની બહાર આગ લગાડવાનો પ્રયાસ કર્યો છે.
સમાચાર એજન્સી અનુસાર રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના કાર્યાલયે જાહેરાત કરી કે નાઇજરમાં ફ્રેન્ચ વ્યક્તિઓ અથવા સુવિધાઓ પર હુમલો કરનાર કોઈપણને ફ્રાન્સ તરફથી તાત્કાલિક જવાબી કાર્યવાહીનો સામનો કરવો પડશે. નાઇજરના પ્રેસિડેન્શિયલ ગાર્ડ દ્વારા બાઝુમને હટાવવાની અને હોમલેન્ડ મિલિટરી જન્ટાના સેફગાર્ડ માટે નેશનલ કાઉન્સિલની સ્થાપનાની આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા વ્યાપકપણે નિંદા કરવામાં આવી છે.