વિરાટ કોહલી ડ્યુરોફ્લેક્સ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેની પ્રથમ કેમ્પેઈનમાં ગ્રેટ સ્લીપ હેલ્થ ટિપ આપી

Spread the love

નવી કેમ્પેઈન #Great Health માટે #Great Sleepના 8 કલાક આપતી ડિ-સ્ટ્રેસ ટેકનોલોજી સાથે નિર્મિત એનર્જાઈઝ મેટ્રેસ રેન્જને પ્રમોટ કર્યું

ભારતની અગ્રણી સ્લીપ સોલ્યુશન્સ પ્રદાતા ડ્યુરોફ્લેક્સ દ્વારા તેમની એનર્જાઈઝ મેટ્રેસ રેન્જને ચમકાવતી રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર વિરાટ કોહલી સાથે તેમની પ્રથમ કેમ્પેઈન લોન્ચ કરી છે. આ કેમ્પેઈનનું લક્ષ્ય ગુણવત્તાયુક્ત નિદ્રાને પ્રમોટ કરવાનું અને સ્વાસ્થ્યમાં દીર્ઘાયુષ્યની ખાતરી રાખવા માટે સ્વસ્થ પસંદગી કરવાના લાભોની ખોજ કરે છે.

ડ્યુરોફ્લેક્સ માટે વિરાટ કોહલીની પ્રથમ ફિલ્મમાં તે વિવિધ લોકો પાસેથી પ્રાપ્ત વિવિધ હેલ્થ ટિપ્સ જણાવવા સાથે શરૂઆત કરે છે. ટિપ્સમાં તેના ડાયેટ કોચ દ્વારા લીંબું નિચોવીને ગરમ પાણી પીવાની, તેના કાકા દ્વારા બ્રિસ્ક વોકિંગ કરવાની અને દાદી દ્વારા દેશી ઘી ખાવાની ટિપ્સનો સમાવેશ થાય છે. અંતે વિરાટ પોતે ખરા અર્થમાં વિશ્વાસ રાખે છે અને ટેકો આપે છે તે 8 કલાકની ઉત્તમ નિર્દાની એક હેલ્થ ટિપ આપે છે. ગ્રેટ સ્લીપ ગ્રેટ હેલ્થની ખાતરી રાખે છે. આ સંદેશવ્યવહારના ભાગરૂપે વિરાટ કોહલી ડ્યુરોફ્લેક્સની એનર્જાઈઝ મેટ્રેસના અજોડ ફીચર્સને આલેખિત કરે છે. મેટ્રેસ રેન્જનું 3- ઝોનનું એનઆરજી લેયર અને એર ગ્રોવ્ઝ નિદ્રાનાં ચક્રોનું નિયમન કરવામાં સહાય કરીને તમને 8 કલાકની ઉત્તમ નિદ્રા આપે છે.

ડ્યુરોફ્લેક્સ માટે પ્રથમ કેમ્પેઈન વિશે બોલતાં બ્રાન્ડ એમ્બેસેડર વિરાટ કોહલી કહે છે, “આપણે હેલ્થ અને ફિટનેસની વાત કરીએ ત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ બાબતનો વાર્તાલાપ હજુ થવાનો બાકી છે, જે તમે જિમમાં શું કરો છો અને તમે કેટલી રીતે ટ્રેનિંગ લો છો તે નથી, પરંતુ તે હંમેશાં લાઈફસ્ટાઈલ વિશેની વાત છે. લાઈફસ્ટાઈલની વાત આવે ત્યારે મુખ્ય વિષય નિદ્રા હોય છે. તમારું શરીર તાલીમ અને ઉત્તમ આહારના પ્રતિસાદ આપે તે માટે સ્વાસ્થ્યવર્ધક આઠ કલાકની નિદ્રા મળવાનું મહત્ત્વપૂર્ણ છે. હું ખરેખર સારી રીતે ઊંઘી જાઉં છું અને હું લાંબા સમય સુધી ઊંઘું છું, જે મને રિકવર કરવામાં મદદ કરે છે અને શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય માટે આ સૌથી મહત્ત્વપૂર્ણ પાસું છે.”

નવી કેમ્પેઈન વિશે બોલતાં ડ્યુરોફ્લેક્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મોહનરાજ જગનનિવાસને જણાવ્યું હતું કે,“વિરાટ કોહલી સાથે નવી બ્રાન્ડ કેમ્પેઈન અમારી મુખ્ય માન્યતા દર્શાવે છે. વિરાટ ફિટનેસ માટે બેન્ચમાર્ક છે અને ઘણા બધા માટે પ્રેરણાસ્રોત છે. તે ગ્રેટ સ્લીપ લીડ્સ ટુ ગ્રેટ હેલ્થની અમારી ફિલોસોફી સાથે ઉત્તમ રીતે સુમેળ સાધે છે, જે અમને આ સંદેશ વ્યાપક દર્શકો સુધી પહોંચાડવા માટે અભિમુખ બનાવે છે. અમે વિરાટ જેવા ઉત્તમ બેટ્સમેન સાથે ઉત્તમ આરામ આપેલા મન અને શરીર અને ઉત્તમ કામગીરી વચ્ચે મજબૂત જોડાણ દર્શાવવાનું લક્ષ્ય રાખ્યું છે.”

કૃપા કરી વિરાટ કોહલી સાથે ડ્યુરોફલેક્સ માટે નવી એડ ફિલ્મ માટે લિંક જુઓઃ
Great Sleep Means Great Health | Ft Virat Kohli

Good Sleep Good Health ડ્યુરોફ્લેક્સપાસેથી એકધાર્યા મેસેજિંગ પર ભાર આપે છે. આધુનિક ટેકનોલોજી સાથે બ્રાન્ડ ખાસ તેમના ગ્રાહકોને પર્સનલાઈઝ્ડ સ્લીપ સોલ્યુશન્સ વિકલ્પો આપે છે.

ડ્યુરોફ્લેક્સની એનર્જાઈઝ મેટ્રેસ સ્માર્ટ સ્લીપ એસેન્શિયલ્સની તેની રેન્જને પૂરક નાવીન્યપૂર્ણ ડિ-સ્ટ્રેસિંગ ટેકનોલોજી ઓફર કરે છે. કોપર જેલથી સમૃદ્ધ અને એન્ટી- સ્ટ્રેસ ફેબ્રિક સાથે એનર્જાઈઝ રેન્જ સ્લીપ ટેકનોલોજીની લેન્ડસ્કેપનો નવો દાખલો બેસાડે છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *