નવી દિલ્હી
દેશમાં શહેરી બેરોજગારીનો આંકડો પાંચ વર્ષમાં સૌથી નીચા સ્તરે આવી ગયો છે. આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં શહેરી વિસ્તારોમાં 15 વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં બેરોજગારીનો દર ઘટીને 6.8 ટકા થયો છે. 2022-23માં શહેરી બેરોજગારીનો દર તમામ ક્વાર્ટર માટે 2018-19 પછીનો સૌથી નીચો હતો.
નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન ઓફિસના ડેટા અનુસાર, એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં તે 8.2 ટકા હતો. ગયા વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં બેરોજગારીનો દર સૌથી વધુ હતો. તેનું મુખ્ય કારણ દેશમાં કોવિડ સંબંધિત અવરોધો હતા. સર્વે મુજબ ગયા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર અને ઓક્ટોબર-ડિસેમ્બરમાં બેરોજગારીનો દર 7.2 ટકા હતો. જ્યારે એપ્રિલ-જૂન 2022માં તે 7.6 ટકા હતો. લેબર ફોર્સ સર્વે અનુસાર, એપ્રિલ-જૂન 2022માં શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર 7.6 ટકા હતો.
- પ્રવેશ-સ્તરની નોકરીઓમાં ઝડપી વધારો થયો હતો.
- નાના શહેરોમાં સ્ટાર્ટઅપ અને ફિનટેક વિસ્તરણ.
- મહિલાઓ ઘરેથી કામ કરવાની પરવાનગી લઈને આગળ આવી રહી છે.
- ગ્રામીણ વિસ્તારોમાં સરકારી યોજનાઓનો ઝડપી ફેલાવો
શહેરી વિસ્તારોમાં મહિલાઓમાં બેરોજગારી ઘટી
ડેટા અનુસાર, શહેરી વિસ્તારોમાં મહિલાઓમાં બેરોજગારીનો દર જાન્યુઆરી-માર્ચ 2023માં ઘટીને 9.2 ટકા પર આવી ગયો, જે એક વર્ષ અગાઉ 10.1 ટકા હતો. તે જ સમયે, પુરુષોમાં આ દર આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઘટીને 6 ટકા થઈ ગયો છે, જે એક વર્ષ પહેલા 7.7 ટકા હતો.