મહેશ બધેલને પગમાં ઇન્ફેક્શ આવતા હોસ્પિટલમાં ખેસડાયા બાદ વેન્ટિલેટર પર મૂકાયા પછી મૃત જાહેર કરાયા હતા
આગરા
એક કહેવત છે ને કે, જેના જીવનમાં જ્યાં સુધી આ દુનિયામાં જીવવાનું લખેલું છે ત્યાં સુધી તે આ જગતમાં જીવિત રહેશે. આગ્રાના પૂર્વ બીજેપી જિલ્લા અધ્યક્ષ મહેશ બઘેલ સાથે આવો જ ચમત્કાર થયો છે. આગ્રાના પૂર્વ બીજેપી જિલ્લા અધ્યક્ષ મહેશ બધેલને પગમાં ઇન્ફેક્શ આવતા તેમની તબિયત લથડી હતી. તેમને હોસ્પિટલમાંથી રજા આપવાની હતી તે સમયે તેમને હાર્ટ અટેક આવ્યો જેના કારણે તેઓ વધુ 2 દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યા. આ પછી ડોક્ટરોએ કહ્યું કે, હવે સારવાર શક્ય નથી અને તેમને વેન્ટિલેટર પર મૂકવા પડશે. જે બાદ તેમને ડૉક્ટમૃત ઘોષિત કર્યા હતા અને હવે માહિતી મળી રહી છે કે, પૂર્વ બીજેપી જિલ્લા અધ્યક્ષ મહેશ બઘેલને મૃત જાહેર કરાયાના અડધા કલાક બાદ તે ફરી જીવિત થઇ ગયા છે.
મહેશ બઘેલના નિધન બાદ પરિવારજનો તેમના અંતિમ સંસ્કારની તૈયારીમાં વ્યસ્ત હતા. આ દરમિયાન, મૃત્યુના અડધા કલાક પછી, તે જીવીત થઇ ગયા. તેમને ફરી જીવતા જોઇને પરિવાર ખુશ છે અને સાથે સાથે આને એક ચમત્કાર માની રહ્યાં છે
સંબંધીઓએ મહેશ બઘેલ વિશે જણાવ્યું હતું કે, ડૉક્ટરો દ્વારા મૃત જાહેર કર્યા પછી, તેમના મૃતદેહને સરાય ખ્વાજાના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. સ્વજનો દુખી હતી અને શોક વ્યક્ત કરી રહ્યાં હતા ત્યારે જ બઘેલની આંખો ખુલી અને તેમના શરીરમાં એક હલચલ જોવા મળી. આ જોઈને રડતા સ્વજનો તેમને ન્યૂ આગ્રાની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ તેઓ સ્વસ્થ છે. ડોક્ટરોનું કહેવું છે કે, તેને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે.