ચીનમાં ભાઈ-બહેને 24 લાખના 30 નવા આઈફોન-14 પ્રો પરત કર્યા

Spread the love

કચરા પેટીમાં મોબાઈલ મળતા ભાઈ-બહેને પોલીસને જામ કરતા ડિલિવરી બોય ભૂલથી મોબાઈલ નાખી ગયો હોવાનું જાણવા મળ્યું

નવી દિલ્હી

ચીનમાં એક ભાઈ-બહેનની જોડીએ ઈમાનદારીની મિસાલ કાયમ કરી છે. તેમણે લગભગ 24 લાખની કિંમતના30 નવા આઈફોન 14 પ્રો મોબાઈલ મળ્યા બાદ પોલીસને તરત સૂચના આપી હતી. ભાઈ-બહેનની જોડીને પોતાના એપાર્ટમેન્ટની અંદર રહેલા કચરાપેટીમાંથી 30 નવા આઈફોન 14 પ્રો મોબાઈલ મળી આવ્યા હતા. આ ઘટના ગત જુલાઈ મહિનાની છે જ્યારે તેમને 24 લાખ રૂપિયાની કિંમતના 30 ફોન મળી આવ્યા હતા.

ચીનના હેનાન પ્રાંતના રહેવાસી છોકરાને બે કચરાપેટીમાંથી ફોન મળ્યા. છોકરાએ આ વાતની જાણકારી પહેલા પોતાની મોટી બહેનને આપી. ત્યારબાદ બંને ભાઈ-બહેનને બે કચરાપેટીમાંથી 30 આઈફોન 14 પ્રો મળી આવ્યા.

ચીનમાં ભાઈ-બહેનોએ ફોન મળ્યાની જાણ પોલીસને કરી હતી. પોલીસ તરત જ એપાર્ટમેન્ટમાં પહોંચી અને ત્યાંથી તેમણે ફોનનો કબજો મેળવ્યો અને ફોનના અસલી માલિક વિશે જાણકારી મેળવી. જ્યારે પોલીસે તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે, ફોન ભૂલથી લિયુ નામના ડિલિવરી મેન દ્વારા છોડી દેવામાં આવ્યા હતા. તેમણે કચરાપેટીના ડબ્બા પર પાંચ બોક્સ મૂક્યા હતા જેમાં દરેક બોક્સમાં 10 નવા આઈફોન 14 પ્રો મોડલ્સ હતા.

લિયૂને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે દાવો કર્યો કે, તે મોબાઈલ ફોન ગુમ થઈ જવાથી ગભરાઈ ગયો હતો. તેને ડર હતો કે, તે ક્યારેય આટલી કિંમત ચૂકવી નહીં શકશે. 

જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે લિયુએ કચરાપેટી પર પાંચ બોક્સ છોડી દીધા હતા. ફોન છૂટ્યાના બે કલાક બાદ એક ક્લીનરે ફોનને કચરાપેટીમાં ફેંકી દીધા. જ્યારે મિસ્ટર લિયુની કંપનીએ ક્લીનરનો સંપર્ક કર્યો, ત્યારે તેણે સ્વીકાર્યું કે તેણે કાર્ડબોર્ડના બોક્સ બહાર કાઢ્યા હતા અને તમામ ફોન કચરાપેટીમાં નાખી દીધા હતા.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *