જામનગર ખાતે સ્ટેટ ટેબલ ટેનિસમાં અપસેટની હારમાળા સર્જાઈ

Spread the love

જામનગર

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે જેએમસી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શનિવારે અમદાવાદનો સાહિબજોત જગ્ગી અને સુજલ કુકડિયા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. બંનેએ પોતપોતાની કેટેગરીમાં અપસેટ સર્જ્યા હતા.

શુક્રવારે રાત્રે મેન્સ કેટેગરીમાં રમતા સાહિબજોત જગ્ગીએ બીજા રાઉન્ડની મેચમાં મેજર અપસેટ સર્જીને ત્રીજા ક્રમના અરમાન શેખને સીધી ગેમમાં 11-4 11-8 11-4થી હરાવ્યો હતો. તેની અલગ પ્રકારની સ્ટાઇલથી રમવા માટે જાણીતા જગ્ગીએ તેના યુવાન હરીફને સેટ થવાની જરાય તક આપી ન હતી. કમનસીબે જગ્ગી તેનું આ ફોર્મ જાળવી શક્યો ન હતો અને પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં વડોદરાના જલય મહેતા સામે 4-11 1-11 9-11 હારી જતાં આઉટ થઈ ગયો હતો.

અન્ય મેચોમાં ક્રમાંકિત ખેલાડીઓએ આસાનીથી આગેકૂચ કરી હતી. મોખરાના ક્રમના બુરહાનુદ્દીન માલુભાઈ, અક્ષિત સાવલા, જિજ્ઞેશ જયસ્વાલ અને જયનિલ મહેતાએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

એમ લાગે છે કે જામનગરમાં ત્રીજા ક્રમના ખેલાડીઓ નબળા પડી રહ્યા છે. શનિવારે અંડર-19 બોયઝ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં ભાવનગરના સુજલ કુકડિયાએ ત્રીજા ક્રમના હિમાંશ દહિયાને હરાવ્યો હતો. હિમાંશ સામેની આ મેચ જીતવા માટે સુજલને ત્રણ ગેમની જરૂર પડી હતી અને અંતે તેનો 11-9 11-6 11-9થી વિજય થયો હતો. ચોથા ક્રમના આયુષ તન્નાને પણ વહેલા બહાર થઈ જવું પડ્યું હતું કેમ કે બિનક્રમાંકિત માલવ પંચાલ સામે તેનો પરાજય થયો હતો. માલવે 8-11 11-6 7-11 11-6 12-10થી મેચ જીતી હતી.

માત્ર મેન્સમાં જ નહીં પરંતુ વિમેન્સ કેટેગરીમાં પણ અપસેટ જોવા મળ્યા હતા. જામનગરની તનિશા કતારમલે તેની અત્યાર સુધીની કારકિર્દીનો સૌથી યાદગાર વિજય હાંસલ કરતાં પ્રથમ રાઉન્ડની મેચમાં ભાવનગરની નવમા ક્રમની ખુશી જાદવને 14-12,13-11,11-5થી હરાવી હતી.

પરિણામોઃ
મેન્સ પ્રિ ક્વાર્ટર ફાઇનલઃ
બુરહાનુદ્દીન માલુભાઈ જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ 12-10,11-5,11-9; હર્ષિલ કોઠારી જીત્યા વિરુદ્ધ દેવર્ષ વાઘેલા 11-8,12-14,11-4,11-3; જિજ્ઞેશ જયસ્વાલ જીત્યા વિરુદ્ધ મોનિશ દેઢિયા 6-11,7-11,11-2,11-9,11-5; જયનિલ મહેતા જીત્યા વિરુદ્ધ પ્કથમ માદલાણી 11-5,12-10,9-11,12-10; જલય મહેતા જીત્યા વિરુદ્ધ સાહિબજોત જગ્ગી 11-4,11-1,11-9; અયાઝ મુરાદ જીત્યા વિરુદ્ધ ગિરીશ જ્હા 11-6,11-9,11-8; કરણપાલસિંહ જાડેજા જીત્યા વિરુદ્ધ અભિલાશ રાવલ 12-10,11-6,11-6; અક્ષિત સાવલા જીત્યા વિરુદ્ધ હર્ષ પટેલ 8-11,11-7,11-9,11-4.

વિમેન્સ પ્રથમ રાઉન્ડઃ
પ્રાર્થના પરમાર જીત્યા વિરુદ્ધ કવિશા શાહ 11-9,11-6,7-11,11-9; શાઇની ગોમ્સ જીત્યા વિરુદ્ધ આસ્થા મિસ્ત્રી 4-11,11-9,11-5,11-6; શેલી પટેલ જીત્યા વિરુદ્ધ માહિ પટેલ 11-7,11-5,11-7; અમૃતા ગોહેલ જીત્યા વિરુદ્ધ સનાયા આચ્છા 14-12,14-12,6-11,11-8;ફિલઝાહ કાદરી જીત્યા વિરુદ્ધ ફિઝા પવાર 11-3,11-6,11-6.

જુનિયર બોયઝ અંડર-19 પ્રિ ક્વાર્ટર ફાઇનલઃ
બુરહાનુદ્દીન માલુભાઈ જીત્યા વિરુદ્ધ પૂજન ચંદારાણા 11-1,11-5,11-4; ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ 11-6,9-11,11-5,10-12,12-10; માહિરાજ જાડેજા જીત્યા વિરુદ્ધ અભિમન્યુ દહિયા 11-8,5-11,11-8,11-5; માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 8-11,11-6,7-11,11-6,12-10; સુજલ કુકડિયા જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા 11-9,11-6,11-9; હર્ષ પટેલ જીત્યા વિરુદ્ધ હર્ષવર્દન પટેલ 11-7,11-9,14-12; સુમિત નાયર જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ 8-11,11-9,9-11,11-5,11-8; અરમાન શેખ જીત્યા વિરુદ્ધ સમર્થ શેખાવત 11-4,11-5,11-6.

જુનિયર બોયઝ અંડર-17 પ્રિ ક્વાર્ટર ફાઇનલઃ
હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ જેનિલ પટેલ 11-8,12-10,11-3; સમર્થ શેખાવત જીત્યા વિરુદ્ધ યથાર્થ કેડીયા 14-12,11-2,11-7; સુજલ કુકડિયા જીત્યા વિરુદ્ધ હર્ષવર્દન પટેલ 11-8,9-11,11-2,5-11,11-6; જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ 11-8,16-14,11-5; આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ વંશ મોદી 12-10,11-7,9-11,11-5; પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ તક્ષ કોઠારી 12-10,11-3,7-11,11-8; અભિલાક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ હેત ઠાકર 11-5,11-6,13-11; ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ દ્વિજ ભાલોડિયા 11-5,11-7,11-4.

કેડેટ બોયઝ ક્વોલિફાઈંગ રાઉન્ડઃ
તવિશ પટેલ જીત્યા વિરુદ્ધ દેવ ભટ્ટ 11-6,11-6,11-3; મન પટેલ જીત્યા વિરુદ્ધ તેજસ પરમાર 11-3, 11-2, 11-5; ભવ્યરાજસિંહ ઝાલા જીત્યા વિરુદ્ધ વિહાન સરવૈયા 8-11, 11-7, 11-6, 6-11, 11-5; આરવ સિંઘવી જીત્યા વિરુદ્ધ કુલદીપ પરમાર 11-6, 11-9, 11-5; નક્શ પટેલ જીત્યા વિરુદ્ધ તન્મય પુરોહિત 11-7,11-9,12-10.

સબ જુનિયર બોયઝ પ્રિ ક્વાર્ટર ફાઇનલઃ
માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ વિહાન તિવારી 11-8,6-11,11-4,11-6; માનવ મહેતા જીત્યા વિરુદ્ધ વંદન સુતરિયા 11-9,11-8,7-11,11-8; જેનિલ પટેલ જીત્યા વિરુદ્ધ હ્રિદાન શાહ 4-11,11-5,11-9,11-7; અભિલાક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ વંશ મોદી 12-10,11-8,13-11; પવન કુમાર જીત્યા વિરુદ્ધ ધ્યાન વસાવડા 12-10,8-11,11-9,9-11,11-9; સમર્થ શેખાવત જીત્યા વિરુદ્ધ વંશ સુંદારાણી 11-9,11-9,11-7; વેદ પંચાલ જીત્યા વિરુદ્ધ આરવ સિંઘવી 11-6,11-5,11-0; સુજલ કુકડિયા જીત્યા વિરુદ્ધ તક્ષ કોઠારી 11-6,11-7,11-7.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *