ઈન્સ્ટા પર એક પોસ્ટ માટે 11.45 કરોડના ચાર્જની વાત વિરાટે ફગાવી

Spread the love

વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું, જો કે જીવનમાં મને જે પણ મળ્યું છે તેનો હું આભારી અને ઋણી છું, પરંતુ મારી સોશ્યલ મીડિયાની કમાણી વિશે ચાલી રહેલા સમાચાર સાચા નથી


નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને લઈને એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવા માટે 11.45 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જો કે આ સમાચાર વાયરલ થયાના એક દિવસ બાદ વિરાટે પોતાનું મૌન તોડ્યું હતું. કોહલીએ ટ્વીટ કરીને આ અહેવાલને ખોટો ગણાવ્યો છે.
વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું, ‘જો કે જીવનમાં મને જે પણ મળ્યું છે તેનો હું આભારી અને ઋણી છું, પરંતુ મારી સોશ્યલ મીડિયાની કમાણી વિશે ચાલી રહેલા સમાચાર સાચા નથી.’ એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટર છે. મળેલા અહેવાલ અનુસાર રોનાલ્ડો અને મેસી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટથી સૌથી વધુ કમાણી કરવાના મામલે નંબર-1 અને નંબર-2 પર છે. જ્યારે ત્રીજા નંબર પર સેલેના ગોમેઝ છે. આ લિસ્ટમાં વિરાટ બાદ બીજું ભારતીય નામ પ્રિયંકા ચોપરાનું છે. આ લિસ્ટમાં પ્રિયંકા ચોપરા 29માં નંબરે છે. પ્રિયંકાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટની કિંમત લગભગ 4.4 કરોડ રૂપિયા છે.
મળેલા અહેવાલો અનુસાર ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી સૌથી વધુ કમાણી કરનારા એથ્લીટ્સમાં ટોપ-25માં માત્ર બે ક્રિકેટર સામેલ છે. આ લિસ્ટમાં વિરાટ ઉપરાંત એબી ડી વિલિયર્સનું નામ પણ સામેલ છે. એબી ડી વિલિયર્સ એથ્લીટ્સની લિસ્ટમાં 22મા સ્થાને છે. એબીડીની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *