આ ટ્રાન્ઝેક્શનમાં આંકવામાં આવેલા મૂલ્યથી કુલ ઈક્વિટી વેલ્યુની દૃષ્ટિએ દેશની ટોચની ચાર કંપનીઓ RRVLનો સમાવેશ
કતારનું ફંડ ભારતના ઝડપથી-વિકસતા અર્થતંત્રમાં વધુ રોકાણ કરવા માગે છે તેવા સમયે જ QIAના રોકાણનું આગમન
મુંબઈ
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (“RRVL”) આજે ઘોષણા કરી છે કે, કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (“QIA”), પોતાની સંપૂર્ણ-માલિકીની સબસિડિયરી દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબસિડિયરી RRVLમાં ₹ 8,278 કરોડનું રોકાણ કરશે. આ રોકાણમાં RRVLની પ્રિ-મની ઈક્વિટી વેલ્યુ ₹ 8.278 લાખ કરોડ આંકવામાં આવી છે.
RRVL, પોતાની સબસિડિયરીઓ અને એસોસિયેટ્સ થકી, ભારતના સૌથી મોટા, સૌથી ઝડપથી વિકસી રહેલા, અને સૌથી વધુ નફાકારક રિટેલ બિઝનેસમાં 267 મિલિયન વફાદાર ગ્રાહકોને 18,500 સ્ટોર્સ અને ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ્સ થકી કરિયાણા, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ફેશન એન્ડ લાઈફસ્ટાઈલ, તથા ફાર્મા વપરાશ બાસ્કેટ સહિતના ક્ષેત્રોમાં અદ્યતન ઓમ્ની-ચેનલ નેટવર્ક થકી સેવા પૂરી પાડી રહી છે.
QIAનું રોકાણ ફુલ્લી-ડાઈલ્યુટેડ ધોરણે RRVLમાં 0.99% માઈનોરિટી ઈક્વિટી સ્ટેકમાં તબદિલ થશે.
અગાઉ 2020માં વિવિધ વૈશ્વિક રોકાણકારો પાસેથી RRVL દ્વારા ₹ 47,265 કરોડના ફંડ-એકત્રીકરણનો રાઉન્ડ હાથ ધરાયો ત્યારે તેની પ્રિ-મની ઈક્વિટી વેલ્યુ ₹ 4.21 લાખ કરોડ હતી.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડાયરેક્ટર ઈશા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં રોકાણકાર તરીકે QIAને આવકારવાથી અમે આનંદિત છીએ. અમે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડને એક વિશ્વ સ્તરીય સંસ્થા તરીકે વધુ વિકસાવીને ભારતના રિટેલ ક્ષેત્રમાં પરિવર્તને વેગ આપવા માગીએ છીએ ત્યારે વેલ્યુ ક્રિએશનમાં (મૂલ્ય સર્જન) QIAના વૈશ્વિક અનુભવ તથા મજબૂત ટ્રેક રેકોર્ડનો લાભ મેળવવા ઉત્સુક છીએ. QIAનું રોકાણ એ ભારતીય અર્થતંત્ર તથા રિલાયન્સ રિટેલના બિઝનેસ મોડેલ, વ્યૂહરચના તથા અમલીકરણ ક્ષમતાઓ પરત્વે હકારાત્મક પરિદૃશ્યનું મજબૂત અનુમોદન કરે છે.”
QIAના CEO મન્સૂર ઈબ્રાહિમ અલ-મહેમૂદે જણાવ્યું હતું કે, “QIA ભારતના ઝડપથી વિકસી રહેલા રિટેલ બજારમાં ઊચ્ચ-વૃદ્ધિની ક્ષમતા ધરાવનારી નવતર કંપનીઓને સહાયરૂપ થવા માટે કટિબદ્ધ છે. ભારતમાં રોકાણના વૈવિધ્યપૂર્ણ તથા વૃદ્ધિ પામી રહેલા અમારા પોર્ટફોલિયો સાથે દીર્ઘદૃષ્ટિ તથા પ્રભાવશાળી વૃધ્ધિ પથ સાથે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના સંગમ માટે અમે ઉત્સુક છીએ.”
RRVL કરોડો ગ્રાહકોને સેવા પૂરી પાડવાની સાથે-સાથે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસોને (MSMEs) સશક્ત બનાવવા તેમજ પસંદગીના ભાગીદાર તરીકે વૈશ્વિક અને ઘરેલુ કંપનીઓ સાથે નિકટતાથી કામ કરવાની સમ્મિલિત વ્યૂહરચના દ્વારા ભારતીય સમાજને અઢળક લાભો પૂરા પાડવાની સાથે કરોડો ભારતીયો માટે રોજગારના સર્જન અને રક્ષણની દીર્ઘદૃષ્ટિ ધરાવે છે. પોતાના નવા વાણિજ્યિક વ્યાપાર દ્વારા RRVLએ 30 લાખ નાના તથા બિનસંગઠિત વ્યાપારીઓને ડિજિટાઈઝ કર્યા છે. આનાથી આ વેપારીઓ ટેકનોલોજી ટૂલ્સ તથા કાર્યક્ષમ સપ્લાય ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને પોતાના ગ્રાહકોને શ્રેષ્ઠતમ મૂલ્ય સર્જન પૂરું પાડવા સક્ષમ બનશે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ફાઇનાન્સિઅલ એડવાઇઝર તરીકે મોર્ગન સ્ટેનલી કાર્યરત છે અને સિરિલ અમરચંદ મંગળદાસ તથા ડેવિસ પોક એન્ડ વોર્ડવેલ લિગલ કાઉન્સેલ છે. ગોલ્ડમેન સાશ RILના ફાઇનાન્સિઅલ એડવાઇઝર છે, જે પ્રોસેસ અને ટ્રાન્ઝેક્શન રિસ્ટ્રક્ચરિંગ અને પરામર્શ આપે છે.
AZB અને ક્લિયરી ગોટિલેબ QIAના લિગલ કાઉન્સેલ છે.